________________
1091
-
-- ૧ : ધર્મવિરોધીઓની ચાલ સમજો - 71 –
–
૫
થયેલાં વૃક્ષોને ગમે તેટલી ઠંડી લાગે કે ગરમી લાગે, ગમે તેવા વાયરા વાય અને એને કોઈ ગમે તેમ કાપે, છેદે કે ભાંગે, તો પણ એ બધું સહન કરે છે, પણ મૂળથી ચોટેલાં એ વૃક્ષો પોતાના સ્થાનને છોડી શકતાં નથી : એ જ રીતની હાલત સંસારી જીવોની પણ છે. ગાઢ રાગથી સંસારમાં આસક્ત થયેલા જીવોની ગમે તે હાલત થાય, ઉચ્ચ અગર નીચ કુળમાં ગમે તે દશા થાય, છતાં પણ એ જીવો રાગથી ખસે નહિ.
શાસ્ત્રકાર ત્યાં સુધી કહે છે કે એ જીવોમાં ધર્માચરણની યોગ્યતા છતાંયે, રાગવશાત્ એ જીવો રૂપાદિક વિષયોમાં એવા લીન છે કે ગમે તેટલી આપત્તિ આવે તો પણ વિષયો છોડીને ખસે નહિ. શું તમે બધા ધર્માચરણ કરી શકો તેમ નથી ? છો જ. માની લઈએ કે કદાચ સર્વવિરતિ કઠિન લાગે, પણ ત્રિકાલપૂજનાદિ તો સુખપૂર્વક કરી જ શકો ને ? કહેવું જ પડશે કે ધારે તો બધા જ કરી શકે, કારણ કે પાંચ ઇંદ્રિયો પૂરી મળી છે : પૂજનાદિ કરવા છતાં પણ આજીવિકાના ઉત્પાદન માટે સમય પણ રહે છે : શક્તિ પણ છે : ઊભા રહેવાની, બેસવાની અને જવા આવવાની તાકાત પણ છે : છતાંય વેપારમાં ધમધોકાર દોડાદોડ કરનારા ધર્માચરણમાં ઢીલા કેમ ? કહેવું જ પડશે કે - રાગની આધીનતા છે.
રૂપાદિ વિષયોમાં રાગાધીન જીવો એટલા બધા આસક્ત છે કે ધર્માચરણની યોગ્યતા છતાં પણ ધર્મને સેવી શકતા નથી. વિષયાધીનતાના પરિણામે માનસિક અને કાયિક આપત્તિઓ ભોગવવા છતાં પણ, તે આત્માઓ એને છોડતા નથી. છોડવાનું કહેવામાં આવે તોયે કહે કે “અમે એમ છોડીએ ? એમ ગભરાઈએ તેવા અમે નથી. આથી જ આપેલું વૃક્ષનું દૃષ્ટાંત બરાબર લાગુ થાય છે, કારણ કે તેવા આત્માઓ બરાબર સંસારમાં ચોંટી ગયેલા છે. ધર્મમાં દુઃખ શું અને સંસારમાં સુખ શું?
સભા : વૃક્ષમાં તો ખસવાનું સામર્થ્ય નથીને ?
શાથી નથી ? કર્મની પ્રબળતાથી, સ્થાવર નામકર્મના ઉદયથી. તમે તો વગર સ્થાવર નામકર્મ પણ ન ખસો તેવા છો. વડના વૃક્ષને કાપવું હોય તો મૂળથી ના કાપી શકાય, ઉપરથી ભલે કાપે. એ રીતે જીવોમાં એવા ઘણા છે કે જેમનામાં ધર્માચરણની યોગ્યતા છતાં, એમને ગમે તેટલી પ્રેરણા છતાં, વિષયાધીનતાને લઈને એ ધર્મ કરી શકતા નથી. ધર્માચરણની યોગ્યતા છતાં, ધર્મોપદેશક ગુરુ પ્રેરક છતાં જો આ દશા હોય, તો જ્યાં ધર્મના દેશક ન હોય અથવા અધર્મના દેશક હોય, ત્યાં શું થાય ? ગળિયો બળદ હાંકનાર હોય તે છતાયે ન ચાલે, તો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org