________________
આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો - ૫ -
1090
પીડાઓને ભોગવવા છતાં પણ કર્મને આધીન હોવાથી સકળ દુઃખોના આવાસભૂત ગૃહવાસનો ત્યાગ કરવા માટે સમર્થ થઈ શકતા નથી. એટલું જ નહિ પણ ગ્રહવાસમાં જ પડ્યા રહીને, તે તે દુઃખો આવી આવીને પડે ત્યારે કરુણ સ્વરે દીનપણે “હે તાત ! હે માત ! અને છે દેવ ! આવા અવસરે આવા પ્રકારનું કષ્ટ આપવું એ તારે માટે યોગ્ય નથી.” આ પ્રમાણે રુદન કરે છે. આ વસ્તુને દર્શાવવા માટે મહાપુરુષોએ ફરમાવ્યું છે કે “આ શું ? નરકમાં પડેલા પ્રાણીની માફક એકદમ વગર ચિંતવેલું કોઈની સાથે સમાનતા ન થઈ શકે તેવું, અનિષ્ટ, અતિશય કષ્ટ કરનારું અને અનુપમ દુઃખ મારી ઉપર આવી પડ્યું!” આવી આવી રીતે દીનપણે રુદન કરે છે, અથવા રૂપાદિક વિષયોમાં આસક્ત થઈ, તેના યોગે કર્મોને ભેગાં કરી, પરિણામે નરકાદિ દુર્ગતિઓમાં જઈને નરકાદિની વેદનાનો અનુભવ કરતાં કરુણપણે
વિલાપ કરે છે. દુર્દશાનું દિગ્દર્શન :
નિયમો તે ન નખંતિ મુવ” છેવટે આ સૂત્રાવયવ દ્વારા “ઉપર કહ્યા પ્રમાણે કરુણ સ્વરે રોવા છતાં પણ કર્મથી હણાયેલા આત્મા એ દુઃખથી છૂટતા નથી.” એ જાતની દુર્દશાનું દિગ્દર્શન કરાવતાં, પરમ ઉપકારી ટીકાકાર મહર્ષિ ફરમાવે છે કે –
દુઃખનું ઉપાદાન કારણ એટલે મુખ્ય કારણ જે કર્મ, તેના યોગે વિલાપ કરતા એવા પણ તે જીવો “મોક્ષ' એટલે દુઃખના નાશને અથવા
તો મોક્ષના કારણભૂત સંયમાનુષ્ઠાનને પામી શકતા નથી.'
આ દૃષ્ટાંત દ્વારા પરમ ઉપકારી સૂત્રકાર મહર્ષિ અને ટીકાકાર મહર્ષિ આપણને ઘણું ઘણું સમજાવે છે. આના ઉપર જેટલો જેટલો વિચાર કરવામાં આવે, તેટલો તેટલો વધુ ને વધુ લાભ થાય તેમ છે, કારણ કે કર્મને આધીન બનેલા આત્માઓ માટે વૃક્ષનું દૃષ્ટાંત ઘણું જ બંધબેસતું થઈ શકે તેમ છે અને એ જ કારણે એ દૃષ્ટાંત ઉપનય સાથે વિચારવામાં આવે તો આત્મા ઘણો જ જાગ્રત થાય અને એ જાગૃતિના યોગે તે કર્મની કઠિનતા સમજી શકે તથા તે સમજના પરિણામે આત્મા તેનો મૂળથી ક્ષય કરવા માટે પણ પ્રયત્નશીલ થઈ શકે. આ સ્થિતિ પ્રાપ્ત કરવા માટે પણ વિચારતાં સમજી શકાશે કે કર્મને પરવશ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org