________________
- આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો - ૫ –
10::
કહે એ સમ્યગ્દષ્ટિ કેમ જ કહેવાય ? અણસમજુ અને સમજદાર વચ્ચે અંતર છે. અણસમજુ સમજદારને પૂછે ત્યારે સમજદાર મધ્યસ્થ કેમ રહે ? અણસમજુ પણ કહે કે- “તમે સમજદાર બન્યા શું કામ ?' જેમ વેપારમાં રોજ ચિંત્વન કરો છો, લાભ-હાનિ વિચારો છો અને વિચારીને પગલાં ભરો છો, તેમ આત્મા સાથે રોજ એકાંતે વિચારો. ધર્મએ બધું નક્કી કરવું જોઈએ. ધર્મી આત્મા પારકી આશાએ ન જીવે. જો પારકી આશા પર જીવન રાખે તો વખતે નાશ પણ થાય. ધર્મીની સ્વપરના ભલાની ફરજ છે. દેવ, ગુરુ અને આગમની નિશ્રાએ વસ્તુ સમજાય, પણ અમલનો આધાર તો પોતાના આત્મા ઉપર છે.
આગમ તો આંગળી ચીંધે, પણ વિચારીને જવું કયાં તે પોતાના હાથમાં છે. આ આગમે કોઈનો પક્ષપાત રાખ્યો નથી. દેવ, ગુરુ અને ધર્મના વિષયમાં પણ પોલ નથી ચલાવી. દેવ, ગુરુ અને ધર્મનાં સ્વરૂપ સાંભળો, સમજો અને યથાયોગ્ય રીતે વર્તો. આ દેવ, આ ગુરુ અને ધર્મ, - એ જાણ્યા પછી બીજી ધાંધલ ન જ હોય. ત્યાં પણ પ્રપંચ કરશો તો ડૂબશો. દ્વાદશાંગી પામીને અનંતા તર્યા તેમજ અનંતા ડૂળ્યા. શાથી ડૂળ્યા ? એ જ દ્વાદશાંગીની આરાધનાને બદલે વિરાધના કરવાથી ! આગમથી વિપરીત વર્તવું એ જેમ વિરાધના છે, તેમ છતી શક્તિએ આગમની વાતો પ્રત્યે બેદરકારી કરવી, એ પણ વિરાધના છે.
જેમ જ્ઞાની પુરુષની કે જ્ઞાનની આશાતનાથી જ્ઞાનાવરણીય કર્મ બંધાય, તેમ શક્તિ છતાં ન ભણવાથી પણ જ્ઞાનાવરણીય કર્મ બંધાય : છ મહિને એક પદ આવડે એવી તાકાતવાળો પણ ન ભણે તો કર્મ બંધાયા કરે : બેદરકારીને લઈને પણ કર્મ તો બંધાય ? ધર્મ પ્રત્યે બેદરકારી ધર્મી માટે હાનિકારક છે. ધર્મી જ્યારે જુએ કે ધર્મ જાય છે, ત્યારે તે શું કરે ? બજારમાં બેઠા હો અથવા ગમે ત્યાં બેઠા હો અને ઘર સળગવાના સમાચાર મળે તો શું કરો ? દોડોને ? ખેસ કે બૂટ લેવા ખોટી ન થાઓને ? દોડતાં પડી જવાય અને વાગે, એની પણ દરકાર નહિ. વાગે તો એ વખતે એની દવા પણ નહિ. સમાચાર મળે કે દોડીને ઘરે જાય અને આગ ઓલવવાના જ પ્રયત્નો કરે. જો ઘર સળગ્યા છતાં ન ઊઠે તો માનો કે એનું ઘર નથી. કેમ, એમ જ ને ? પાખંડીનું લક્ષણ : કુસંપ કરાવવો !
નમિ રાજર્ષિ જેવો વૈરાગ્ય થયો હોય, એ વાત જુદી. એવો વૈરાગ્ય છે ? એ રાજર્ષિ નીકળ્યા કે સુધર્મા ઇંદ્ર પરીક્ષા કરી. અંતઃપુર વગેરે સળગતું બતાવ્યું,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org