________________
1097
– ૧ : ધર્મવિરોધીઓની ચાલ સમજો - 71 -
-
પણ એ કહે કે “મારું કાંઈ બળતું નથી.” આવો વૈરાગ્ય છે? એ વૈરાગ્યવાળાને પણ દુનિયાદારીના પદાર્થ માટે એમ થાય, પણ શાસન માટે એમ થાય ? શાસન ઉપર, મંદિર ઉપર, ઉપાશ્રય ઉપર અને ધર્મ પર ગમે તેવી આફત આવે, એનું ચાહ્ય તેમ થાય, પણ મારે શું ? – એમ થાય ? એક પેઢીના ચાર ભાગીદાર હોય, એમાં કોઈ એક પણ ભાગીદારને કલંક દે તો ચારે સામે થાય, અને લડવા ઊઠે કારણ કે આદમી જુદા, પણ પેઢી તો ભેગી છે ને ? એક પેઢી ઊડે તો હાનિ ચારેને પહોંચે. એ ચારે જણા પેઢીને પોતાની સમજે, માટે એકનું પણ અપમાન ન સહે. જો એકનું પણ અપમાન સહે, તો એ ત્રણે અક્કલહીન જ ગણાય. લડાવનારની પોલિસી ન સમજે તો મરી જાય. તમે પણ સામા પક્ષની, ધર્મના વિરોધીઓની પોલિસી સમજો. એમના દાવપેચને ઓળખો. ધર્મી બધા એક ન રહેવા જોઈએ, માટે ફૂટ પડાવવાની ચાલબાજીને ઓળખો. ઘરના બધા જાગે તો ચોર ન પેસે. ખાતર પાડે, પણ નાનું બચ્ચું પણ ઉધરસ કે છીંક ખાય તો ચોર ચૂપ થઈ જાય કેમ કે નાનું બચ્ચું પણ ઘરનું ને ? પણ પોતાનો સંકેતવાળો માણસ છીંક ખાય તો ચોર અંદર પેસે. આથી જ કહેવું પડે છે કે પાખંડીના છાંયે પણ ઊભા ન રહેશો. ધર્મીએ ધર્મ રાખવો હોય તો તેણે પાખંડી પાસે ઊભા ન રહેવું જોઈએ અને પાખંડીને પોતા પાસે ઊભો ન રાખવો જોઈએ. અને તે ન ખસે તો પોતે એનાથી છેટા રહેવું જોઈએ. તમારામાં પોલ ન જ જોઈએ. તમે બધા તો મક્કમ અને જાગતા રહો. પાખંડીઓ તમારામાં પોલ જોવા માંગે છે : પોલની તક આપો તો તેઓ પ્રવેશે. કુસંપનો ભોગ :
એક ખેડૂતનું દૃષ્ટાંત સમજો. એક ખેડૂત હતો. ખેડૂતને વાણિયા સાથે લેવડદેવડ હોય. એને લઈને વાણિયા ખેડૂતને ત્યાં પોંકના વખતે પોંક ખાવા જાય. એમાં ખેડૂત કંઈ ન બોલે. એક દિવસ એક ગોર તથા એક જમાદારને સાથે લઈને વાણિયો પોંક ખાવા ગયો. ખેડૂત હાજર હતો. ગોર તો લોભી હોય અને જમાદારની જાત કાંઈ ઓછું જ બાકી રાખે ? ખાય તો તો ઠીક : ખાધું પણ કેટલુંક બગાડ્યું અને બિચારા ખેડૂતનો કેટલોક પોંક ખેડૂતની ગેરહાજરીમાં સાફ કર્યો. ખેડૂત આવી પહોંચ્યો. છેટેથી જુએ છે કે આ ત્રણે જણાએ રંજાડ કર્યો છે. જાણે એમના બાપનો માલ હોય એ રીતે વર્યા છે. એ ખેડૂત વિચારે છે કે “એ શેઠ કંઈ મારા પર ઉપકાર નથી કરતા : વ્યાજ લઈને પૈસા આપે છે : છતાં આવે તો પોંક
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org