________________
૧ ૨
– આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો - ૫
-
1008
ખાઈ જાય, પણ આ બધાને સાથે લાવીને આવો બગાડ કરે, એ કેમ ચલાવાય ? પણ એ ત્રણે જબરા છે અને એ ત્રણ સાથે હોય તો હાડકાં ન ભંગાય માટે કરામત કરવી જોઈએ.” ખેડૂત હસતો હસતો આવ્યો અને શેઠ તથા જમાદારને માન આપ્યું. પછી બ્રાહ્મણને મારવા લાગ્યો. શેઠ તથા જમાદારનાં વખાણ કરતો જાય અને બ્રાહ્મણને મારતો જાય. એ બોલે કે “શેઠ તો મને ધીરે છે, અડધી રાતે મારું કામ કરે છે તે આવે, અને આ તો ગામના જમાદાર છે તે આવે, પણ અલ્યા બેવકૂફ બ્રાહ્મણ ! તું કેમ આવ્યો ? વાણિયો તથા જમાદાર વિચારે છે કે – “બ્રાહ્મણને કહે છે ને ? આપણે શું ? આપણને તો સારા કહે છે ને ?' એમ માની એ બે ચૂપ રહ્યા અને ખેડૂતે બ્રાહ્મણને મારી મારીને હાંકી કાઢયો. મારતો મારતો એટલે દૂર લઈ ગયો કે પાછો આવે જ નહિ. પાછો ખેડૂત આવ્યો અને હવે જમાદારને વારમાં લીધા, “આ તો મારા શેઠ છે તે આવે, પણ તમારા બાપનું શું દાઢ્યું હતું ?' આમ કહીને એને મારવા લાગ્યો. શેઠ વિચારે છે કે એને મારે છે ને ? આપણે શું ?' જમાદારને પણ મારી મારીને ભગાડ્યો. હવે આવ્યો શેઠનો વારો. ‘બાપનો માલ હતો ?' કહીને શેઠને પણ મારવા લાગ્યો. ત્રણ ભેગા થયેલા ભેગા આવેલા, પણ જુદા થયા તો માર ખાવો પડ્યો. ધર્મવિરોધીઓની ચાલબાજી :
હવે વિચારો કે શાસન તમારું છે કે પારકું છે ? માટે શાસન ઉપર કે કોઈ પણ શાસનના સેવક માટે કોઈ આક્ષેપ કરે, ત્યારે “અમને ક્યાં કહે છે ?' એમ ન વિચારો. આજ સાસુનો તો કાલ વહુનો વારો, કારણ કે પેલાને તમારામાંયે ભક્તિ નથી બળી. દેવ, ગુરુ, ધર્મ કે આગમ, એમને તો કંઈ નથી જોઈતું : કશાની નથી પડી. એને સાગર, વિજય કે વિમલ, એક સાથે નિસ્બત નથી. એ તો બધાને ખોખરા માને. લડાઈ કરવા માટે એમાંથી એકનો પક્ષ રાખે. એ જેને અત્યારે મોટા કહે છે, એની પણ એક દિવસ દાઢી ભાંગશે : માટે શાસન સામે આક્રમણ વખતે શાંત કે મધ્યસ્થ રહેવાય જ નહિ. ફાટફૂટના યોગે એમ રહે, તો એ બધાનું જ પાપીના હાથે મોત નિયત છે.
શાસનમાં રહેલા આદમીએ શાસનરક્ષા માટે કરેલી કાર્યવાહીમાં કદી ત્રુટી પણ હોય, તોયે વિરુદ્ધ ન બોલાય, કારણ કે એનો હેતુ શુદ્ધ અને શાસનરક્ષાનો જ છે. સેનામાંથી એક ખર્યો તો તમારે કાંઈ નહીં ? “છોકરાની વહુને ઉપાડી એમાં મારે શું ?” એમ સસરો કહે ? એમ કહીને મૌન રહે તો ઉપાડનારો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org