________________
1099
- ૧ : ધર્મવિરોધીઓની ચાલ સમજો - 71
–
૧૩
એક પછી એક બધાને ઉપાડશે કે રાખશે ? પેલા ખેડૂતે ત્રણને ક્યારે માર્યા? ત્રણને ભેગા માર્યા હોત તો નુકસાન પોતાને થાત અને ઉપરથી વધારામાં માર ખાવો પડત. આ તો એવું થયું કે કોઈ હવે પોંક ખાવા આવે નહિ. પેલા તરત પાછા ભેગા થયા : “મને બહુ માર્યો' એમ કહ્યું, ત્યાં પહેલાં માર ખાનારે કહ્યું કે “મારે, મને પડતા મારની ઉપેક્ષા કરી તો માર ખાવો પણ પડે. તમે બે પડખે ઊભા રહ્યા હોત, તો એનો માલ ખાધો અને એને મારીને ઘેર આવત.” માટે “આપણે શું?’ એમ કહે અને વર્તે, એની આ દશા થાય. ધર્મને ઉખેડનારા એક પણ ધર્મીને જીવતો રહેવા દેવા માગે છે એમ નથી : એ તો બધાને જ જો સત્તા પોતાની હોય તો ઘાણીમાં પણ પીલવા ઇચ્છે, પણ તે નથી એટલે ચાલબાજી કરે છે :
એકને “શાણા' કહે : એમ કહે કે “તમે શાણા અને સાચા, તથા પેલા તો ઉદ્ધત.” ખમાસમણાં પણ એવાં દે કે બાર વ્રતધારી શ્રાવક પણ એવાં ન દેતો હોય. ઉપરથી “આપ તો ક્ષમાના સાગર' એમ પણ કહે : એક વખત એને જ ‘ભયંકર ક્રોધી' લખનાર પોતે જ હોય, લખ્યા હોય, બહાર એમ બોલતા પણ હોય, પણ ત્યાં એમ જ કહે. શાથી? તો બાજી રમવી છે માટે ! આમ કરીને એ આત્માનું ભાન ભુલાવી, એના જ હાથે શાસનરક્ષકો ઉપર હલ્લો કરાવે અને પછી જ્યાં તેને પણ એકલો થઈ ગયેલો ભાળે, એટલે તેને તો ચપટીમાં જ ચોળી નાંખવા તૈયાર થાય. અને પ્રસંગે એને ખ્યાલ આવે કે થયું એ બહુ જ ખોટું થયું, પણ એ તો રાંડ્યા પછીનું ડહાપણ ! આથી જ વારંવાર કહેવું પડે છે કે ધર્મી આત્માએ શાસન ઉપરના પ્રહારને જોઈ ન રહેવો જોઈએ. ઘર ફૂટયે ઘર જાય !
સભા : વર્ષોલ્લાસની ખામી.
વિર્ષોલ્લાસની ખામીવાળો પડ્યો પડ્યો પણ બૂમ મારે : ઘર સળગે એ વખતે પક્ષાઘાતવાળો ઊઠી ન શકે, પણ “કાઢો ને ઓલવો' એવી બૂમ તો મારે જ ! બોલી ન શકતો હોય તે પણ હૈયામાં તો બોલે જ. એ જ રીતે તમે અહીં વિચારો તો પણ બસ છે. માત્ર હૃદયમાં શાસન તરફ સાચો સદ્ભાવ જોઈએ. ચૈત્યવાસ આદિના સમયે મહાપુરુષોએ જે કામો કર્યા છે, તે તો તે જ કરે. મહાપુરુષોએ પ્રયત્નો ચાલુ રાખ્યા, તો પાછો સંવેગ પક્ષ ચાલુ થયો. ભલે એમણે એ પરિણામ ન જોયું, પણ બીજ વાવ્યું. એમણે એવું સાહિત્ય ખડું કર્યું. એ વખત
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org