________________
૧૪
--- આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો - ૫ –––
1100
તો ભયંકર હતો. ચૈત્યવાસીઓનું બહુ જોર હતું. છતાંય ઘણું ઘણું કર્યું, કારણ કે તે મહાપુરુષો એક શાસનને જ પોતાનું માનતા હતા અને તેની સેવામાં જ શ્રેય માનતા હતા. શાસનની સેવા આગળ તે મહાપુરુષોને પોતાનાં માનપાનની, લેશ પણ કિંમત ન હતી. તમે પણ એ જ વિચારો કે શાસન પહેલું કે આપણે પહેલાં ? પ્રભુનો માર્ગ જેને વસ્યો હોય, તેને જ માટે આ વાત છે. જેને પ્રભુનો માર્ગ રુચે, તે પોતાની વસ્તુની રક્ષા માટે પૂરતો પ્રયત્ન કર્યા વિના ન જ રહે. આજે પારકા ખીલે, ફૂલે અને પોતાના કરમાય એનું કારણ ? પોતાનો કંઈ કરે તો એને એમ કહે કે “આવડત ક્યાં છે ?' આમ બોલવાથી ખીલ્યું કોણ ? એમ બોલનારને એ ખબર નથી કે નુકસાન કોને ? માટે જ કહું છું કે પ્રથમ શાસનને પોતાનું માનવું જોઈએ. એકાદ ખસે એની ચિંતા નહિ. જ્યાં જ્યાં મારાપણું હોય, ત્યાં એક જ સરખી ભાવના કેળવવી જોઈએ અને એ માટે ખેડૂતની પોલિસી સમજો. “આપણે શું ?” - એમ ક્ષત્રિયોએ જ્યારે કર્યું અને બીજા ક્ષત્રિયને સહાય ન કરી, તો પોતાના નાશનો પણ વારો આવ્યો. માટે એ કહેવત સમજવા જેવી છે કે ઘર ફૂટ્ય ઘર જાય. પોતાના જ પ્રભાવક, શાસનના વિરાધક જ બને !
સભા : આ તો રાજ-વ્યવહારની વાત છે.
રાજ્ય તો આ લોકની અને તે પણ ભયંકર સામગ્રી છે, જ્યારે ધર્મ તો આ લોક અને પરલોક એમ ઉભય લોકને સુધારનાર છે. અનંતા આત્માનું કલ્યાણ કરનાર છે. ત્યાં બેસી ન રહેવાય. ત્યાં જે ચૂપ રહે એનામાં ખોટી માનાકાંક્ષા છે. શાસન માટે આચાર્યોએ પ્રાણ દીધા છે. ભોજનમાં ઝેર આવતાં, એવી પણ આપત્તિ આચાર્યોએ સહીને શાસનસેવા કરી છે. “અમારું શાસન' એમ હોય તો જ એ થાય, અને તો જ એવી એવી શાસનસેવાઓ કરી શકાય, પણ શાસનની પરવા જ ન કરે તો ? શાસન માટે સહેનાર પ્રભાવક થયા છે. પોતાના પ્રભાવક, એ શાસનના પ્રભાવક ન જ થઈ શકે. સભા : શાસનની આ સ્થિતિ જાણવા છતાં કોઈ પરવા ન કરે તો ?
ઘરની ફિકર કરે એ ઘરનો માલિક. કોઈ ઘરનો માલિક પોતાના જ ઘરની ફિકર ન કરે તો શું કહો ? ખોડા ઘોડાને ક્યાં બાંધો ? તેમજ શાસ્ત્ર કહે છે કે ધર્મનો ઘાત થતો હોય ત્યારે છતા સામર્થ્ય પ્રતિકાર ન કરે, તો આચાર્ય એટલે શાસનના આગેવાન, એ પાપના પચાસ ટકાનો ભાગીદાર છે. એ ફરજ માટે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org