________________
tion
– ૧ : ધર્મવિરોધીઓની ચાલ સમજો - 71
-
૧૫
બોલવું જ જોઈએ. કંઈ કડવું કહેવાય છે તે પણ એવા મહાપુરુષોની આજ્ઞાને અંગે જ! પાપથી દઝાય નહિ માટે સંકટો સહીને પણ બચવા, બચાવવા પ્રયત્ન કરવા જ જોઈએ. બાકી ગાળો ખાવી કોઈનેય થોડી જ ગમે ? ન ગમે તોય વસ્તુની રક્ષા માટે ગાળ ખાવાની ટેવ પાડવી પડે. વેપારી ગ્રાહકના અપશબ્દો સાંભળવા ટેવાય. ગ્રાહક બોલે તેથી એ લાલ ન થાય. લાલ થાય તો ઘરાકી ઘટે. વેપાર ઘટે. ગ્રાહક બોલે તોયે વેપારી હસે : એની દાઢીમાં હાથ ઘાલે અને ખિસ્સામાંથી પૈસા કઢાવે. એ તો ગ્રાહક સાથે હસે, રમે. ગાળ ખાય અને ચાહ પણ પાય, પણ એની સાથે વેપાર કરે. એ વેપારી પેઢી ચલાવી શકે. એ રીતે વસ્તુની રક્ષા માટે સાધુએ પણ ગાળો ખાવાની, પોતા પર મુકાતાં કલ્પિત કલંકો સહેવાની, કાળું-ધોળું વાંચવાની, છાપામાં આવતી જુઠ્ઠી વાતો પણ ગળી જવાની ટેવ કેળવવી પડે. તેમ તમે સ્થિર બનો. ફલાણા-ઢીંકણાની પંચાત તમે છોડી દ્યો. પ્રભુના શાસનને હાનિ ન પહોંચે, એની જ, એક કાળજી રાખો. એ ક્યારે બને ? માનનાં, મોટાઈનાં મૂળિયા ઊંડાં ન ગયાં હોય તો. પોતાનું માન જાળવનાર શાસનને આડખીલી ક્યારે કરશે એ ન કહેવાય. માટે પોતાની જાતના રક્ષક એ, પ્રભાવક નથી, પણ વસ્તુના રક્ષક એ પ્રભાવક છે. પણ ખરે જ, કર્મની પરતંત્રતા ઘણી જ ભયંકર છે. એના યોગે ધર્મની આચરણા કરવાની યોગ્યતા ધરાવનારા પણ આત્માઓ દુઃખી થવા છતાં પણ, પ્રભુપ્રણીત મોક્ષના માર્ગને પામી શકતા નથી, માટે કર્મની આધીનતા નહિ કેળવતાં જ્ઞાનીઓની આજ્ઞાને આધીન રહેવાની શક્તિ કેળવવામાં જ પોતાની સઘળી શક્તિઓ ખર્ચા, તે પ્રાપ્ત શક્તિઓનો સદુપયોગ કરવો જોઈએ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org