________________
૨ : ગૃહીધર્મ પ્રશસ્ત પણ ગૃહવાસ અપ્રશસ્ત :
♦ ગૃહસ્થાશ્રમ કેવો ?
• સુપાત્રદાનની શાસ્ત્રીય વિધિ : શ્રી જિનશાસનનો ગૃહીધર્મ :
જેટલો ધર્મ તેટલું પ્રશસ્ત :
૦ સોનીના સો અને લુહારનો એક :
૦ રુદન પણ પ્રશંસાપાત્ર ! દુઃખને ભોગવતાં શીખો !
૭ જતી લક્ષ્મીને તો ત્યજતાં શીખો !
વિષય : ગૃહવાસ અને ગૃહસ્થ ધર્મ - આ બે વચ્ચેનો તફાવત ઃ અનેક શાસ્ત્રોના આધારે ચર્ચા,
72
અજ્ઞાનાદિ કારણે કેટલાય આત્માઓ ગૃહસ્થપણાને વખાણી-અનુમોદી લેતા હોય છે. જ્યારે જ્ઞાની એવું કરવાની સાફ સાફ ના પાડે છે. ગૃહસ્થ ઘણું બધું ય કરે પણ એ જે કાંઈ કરે તે બધું ‘ધર્મ' હોતું નથી અને અનુમોદના-પ્રશંસા તો ધર્મ હોય તેની જ કરાય. માટે જ જ્ઞાનીઓ એ અંગેનો વિવેક બતાવે છે. એ માટે યોગશાસ્ત્ર, શ્રાદ્ધદિનકૃત્ય, શ્રાદ્ધવિધિ અને ધર્મસંગ્રહ જેવા ગ્રંથોના આધારે પ્રવચનકારશ્રીએ વિસ્તૃત ચર્ચા કરી છે. સુપાત્રદાનનો વિધિ પણ એ જ અનુસંધાનમાં બતાવ્યો છે. ‘કાદવથી ખરડાયા બાદ જ ધોવાની જરૂર પણ ધોવાની ઈચ્છા થઈ માટે કાદવમાં ખરડાવા જવું અયોગ્ય' - આવાં મજાનાં દૃષ્ટાંતો દ્વારા છેવટે ચંચળ લક્ષ્મીના ત્યાગ અંગે અને સમાજમાં ઘર કરી ગયેલા ખોટા રિવાજો અંગે પણ લાલબત્તી કરી છે.
મુવાળમૃત
♦ જિનેશ્વર દેવના શાસનમાં સઘળાય વાદોને સ્થાન છે, પણ તે આત્માની મુક્તિ સાધવા માટે ! નહિ કે આત્માને સંસારમાં ફેલાવવા માટે !
♦ અજ્ઞાન એ એક ભયંકરમાં ભયંકર પાપ છે.
♦ દાનનું વિધાન કરતાં પણ ઉપકારીઓ વસ્તુની ઉત્પત્તિને કરવાનું નથી કહેતા, પણ ઉત્પન્ન થયેલી વસ્તુનું જ દાન કરવાનું કહે છે.
જો ગૃહવાસને હેય ન માન્યો અને ઉપાદેય માન્યો તથા તેમાં ભાન ભૂલીને રાચીમાંચી ગયા, તો તે છેલ્લામાં છેલ્લી હદે - નરકે લઈ જશે.
♦ નાશવંત વસ્તુનો વૈદ્ય પણ વિલાસભવનને વિનાશભવન કહે, તો અનંતજ્ઞાનીઓ ગૃહવાસને નરકનો પ્રતિનિધિ કહે એમાં નવાઈ શી ?
♦ સર્વાંશે પ્રશસ્ત તો સિદ્ધિપદ : બાકી મુનિપણું અને ગૃહસ્થપણું પણ ધર્મ પૂરતું પ્રશસ્ત છે. જેટલે અંશે ધર્મ પ્રશસ્ત તેટલું ગૃહવાસ પ્રશસ્ત નથી.
તે તે સમયે તરવાને તારવાને યોગ્ય ક્રિયા કરાય તે સમયધર્મ.
Jain Education International
અજ્ઞાન અને મોહવિકળ દુનિયામાં એવી કુરૂઢિઓ પ્રવેશી છે કે જો તેને વખાણાય તો પાપમાં પાવરધા બનેલા આત્માઓ પાપથી સર્વથા બેપરવા બને. એટલે પછી પાપની સીમા જ ન રહે. ♦ કર્મ હસાવે તો હસવું ને રોવરાવે તો રોવું તથા એ જેમ નચાવે તેમ નાચવું, એ સમ્યગ્દષ્ટિ આત્માનું કામ નથી જ.
For Private & Personal Use Only
www.jainelibrary.org