________________
૨ ઃ ગૃહીધર્મ પ્રશસ્ત પણ ગૃહવાસ અપ્રશસ્ત ઃ
ગૃહસ્થાશ્રમ કેવો ?
સૂત્રકાર મહર્ષિ શ્રી સુધર્માસ્વામીજી મહારાજા અને ટીકાકાર મહર્ષિ શ્રી શીલાંક સૂરિજી મહારાજા ફરમાવે છે કે “જેમ જેનાં મૂળ ઊંડાં ગયાં છે એવાં વૃક્ષો, ગમે તેટલી ઠંડી લાગે, ગમે તેટલી ગરમી લાગે અગર પોતા ઉપર ગમે તેવી વાઢકાપ અને દાહ વગેરે થાય, તો પણ પોતાનું સ્થાન મૂકીને ખસતાં નથી, તેમ કર્મના ભારથી દબાયેલા આત્માઓ, પાંચે ઇંદ્રિયોના રૂપ, રસ, ગંધ, શબ્દ અને સ્પર્શરૂપ વિષયોમાં લીન થઈ, ગાઢ આસક્ત બની, શારીરિક કે માનસિક ગમે તેવી આપત્તિ આવે તો પણ, પોતાના સ્થાનમાંથી – મહાલવાના સ્થાનમાંથી ખસતા નથી - જરાયે પાછા હઠતા નથી; એટલે કે કર્મની મજબૂતાઈથી વિષયવાસનામાં ગાઢ લીન થયેલાઓને જ્ઞાની ગમે તેટલું સમજાવે તો પણ, શારીરિક અને માનસિક આપત્તિઓ આવે તો પણ, કહોને કે ધક્કા મારે તો પણ તેઓ ત્યાંથી ખસતા નથી.
ખરેખરી વાત છે કે કર્મના ભારથી ભારે ધરખમ બનેલા આત્માઓ, ધર્માચરણને યોગ્ય હોય તે છતાં પણ, વિષયાસક્તિને લઈને ધર્મ સાથે નહિ : ધર્મ કરવાની તાકાત ધરાવે તેમ છતાં પણ, વિષયોની આસક્તિને લીધે ત્યાંથી ખસે જ નહિ. પાંચે ઇંદ્રિયોને અનુકૂળ વિષયો - રૂપ, રસ, ગંધ, શબ્દ અને સ્પર્શની આસક્તિને લઈને શારીરિક દુઃખોથી તથા માનસિક પીડાઓથી પીડાવા છતાં, રાજરોગોથી રિબાવા છતાં, રાજ્યના ઉપદ્રવોથી ઉપદ્રવિત છતાં અને અગ્નિથી બધું બળી ગયું હોય એવા થયા છતાં, એટલે કે અગ્નિ, પાણી, ચોર વગેરેથી સર્વસ્વ નાશ પામ્યું હોય એવા થયા છતાં પણ તથા એ રીતે વિવિધ પ્રકારની પીડાવાળા થયા છતાં પણ, સકળ દુઃખના સ્થાનરૂપ ગૃહસ્થાવાસને, કર્મથી હણાયેલા એટલે નિર્બળ બનેલા અને વિષયોના ગુલામ બનેલા આત્માઓ છોડી શકતા નથી.' - આ વાત કાંઈ અનુભવ બહારની નથી.
સભા : ધર્માચરણની યોગ્યતા હોવા છતાં સામર્થ્ય ન હોય ત્યાં શું થાય ? યોગ્યતા ધરાવનારા આત્માઓ જે સામર્થ્ય દુનિયાના માર્ગે વાપરે છે તે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org