________________
૨૧૪
– આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો - ૫ -
- 100
કહેલું કે હું તો ભગવાન પાસે ઘૂઘરા પહેરીને નાચું પણ, પણ તે સમાજમાં રહેવા માટે, જૈન તરીકે ઓળખાવવા માટે, બાકી હૃદયમાં કાંઈ નથી.” આવું કહેનાર આત્મા ધર્મ કરે એ ધર્મભાવનાથી નહિ પણ : “હું ધર્મ ગણાઉં તો કોક ફસે.' આવી ભાવનાથી જ ! કોઈ પૂછે કે આ આડંબર શાથી? કહેવું જ પડશે કે સામાન્ય પણ નિર્વેદ કે વૈરાગ્ય નથી તેથી.
સામાન્ય પણ નિર્વેદ તથા વૈરાગ્ય વિના સાચી ધર્મક્રિયા થાય શી રીતે ? સમજો કે આ ધર્મ તો લોકોત્તર છે, તો એ લોકોત્તર ધર્મને છાજતી પ્રવૃત્તિ ન હોય તો સામા પર છાયા પડે જ શી રીતે ? આથી જ નિર્વેદ તથા વૈરાગ્ય આવે તો ક્રિયા ધર્મરૂપ થાય.
કોઈ કહે કે ઝટ ધૂનન કરાવોને ! પણ થાય શી રીતે ? એ કરવા માટે તો માબાપ, કુટુંબ, લક્ષ્મી વગેરે સઘળી જ બાહ્ય અને કષાયાદિ આવ્યંતર વસ્તુઓને છોડવાની ઇચ્છા થવી જોઈએ. “સંસાર નિર્ગુણ છે, દુનિયાના પદાર્થો અસાર છે, એનાથી આત્માનું ભલું નથી, એને છોડવામાં જ આત્માનું કલ્યાણ છે.' આ ભાવના એ તો ઊંચામાં ઊંચો ગુણ છે માટે તો જ્ઞાનીએ કહ્યું કે “જેને સંસાર નિર્ગુણ લાગે એવા મિથ્યાષ્ટિને પણ દ્રવ્યસમ્યકત્વનો આરોપ કરીને ચારિત્ર દેવાય.' જેને સંસાર નિર્ગુણ સમજાય તે ધર્મનો ખાસ અધિકારી છે. સંસારના નિર્ગુણપણાની ભાવના જાગ્રત થાય તો જરૂર કામ થાય પણ હૃદયથી એમ લાગવું જોઈએ, માત્ર વચનથી બોલે અને હૃદયમાં વિપરીત હોય એ તો દંભ જ કહેવાય. સંસાર અસાર લાગે તો ધર્મ તરફ પ્રયાણ અવશ્ય થાય, પણ જો સંસાર અસાર ન લાગે તો ક્રિયા માત્રમાં પ્રયાણ સંસાર તરફ થાય. ઘાંચીનો બળદ કલાકોના કલાકો ઘૂમે, પણ
ક્યાં? ત્યાંનો ત્યાં જ; માટે જ વિચારો કે શ્રી જિનેશ્વરદેવની પૂજા તથા સામાયિકાદિ ક્રિયા સંસારથી નીકળવા કે સંસારમાં રહેવા? બે ઘડી સામાયિક કરવા બેસનારો પણ શું માને ? સર્વથા સામાયિક લેવું જોઈએ, પણ એ નથી લેવાતું માટે બે ઘડીનું સામાયિક તો લઉં એ ભાવનાએ સામાયિક કરવું જોઈએ. નાનામાં નાની ક્રિયામાં પણ સંસારની નિર્ગુણતાનો ભાસ થવો જોઈએ, આનું નામ નિર્વેદ તથા વૈરાગ્ય. સામાયિકાદિ કરવાનો હેતુ રત્નત્રયીની આરાધનાનો છે. સામાયિક લીધા પહેલાં તો મોહવશ આત્મા ગમે તેમ કહે પણ પછી તો રત્નત્રયી સિવાય ચોથી વાતમાં તે પણ પડી શકે નહિ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org