________________
૧૨ : ચાર ગતિમય સંસાર અને તેનો નિર્વેદ - 82
કે નિર્વેદ અને વૈરાગ્ય એ પ્રભુના માર્ગને પામવા માટે, અને એ પરમતારકના શાસનને સેવવા માટે ધણી જ જરૂરી વસ્તુ છે. એ જ કારણે પ્રાણીઓને નિર્વેદ તથા વૈરાગ્ય થાય એ માટે જ સૂત્રકાર મહર્ષિ કર્મના વિપાકનું વર્ણન કરે છે. સંસારમાં કર્મ વિપાકના ભોગવટા સિવાય કંઈ જ નથી. ચારે ગતિના વિપાકને સમજી આત્મા એ વિપાકથી બચે એ જ હેતુથી સૂત્રકાર મહર્ષિ કર્મના વિપાકનું વર્ણન કરે છે કે જેથી યોગ્ય આત્માઓને નિર્વેદ અને વૈરાગ્ય થાય; પણ આજે કેટલાકને તો એ જ વાત ભયંકર લાગે છે ! કારણ કે સર્વત્ર ત્યાગની વાત એ સંસા૨સિકોને બહુ જ ખટકે છે ! પણ એ બિચારાઓને ખબર નથી કે ‘આ શાસનમાં તો સર્વવિરતિધર, દેશવિરતિધર, કે સમ્યગ્દષ્ટિ એ ત્રણેને માટે આજ્ઞા તો ત્યાગની જ છે; સર્વવિરતિધરને સર્વ તજવાનું, દેશવિરતિધરને દેશથી ત્યાગ હોવો જોઈએ અને સમ્યગ્દષ્ટિએ પણ આ સઘળુંય તજવા જેવું જ છે એમ જ માનવું જોઈએ.' એ જ કારણે આ બધું આજના લોકોને કઠિન લાગે છે ! સંસારમાં રહેવું અને સાવઘ વેપાર તજવા એ ન બને એમ આજના કેટલાક લોકોને થાય છે !
1299
પ્રવૃત્તિ ધર્મને છાજતી જ જોઈએ :
આવા વિચારોના પ્રતાપે જ એ લોકોને આજ્ઞાની ભીતિ પેદા થાય છે, એટલે પછી આજ્ઞાથી આઘા જાય છે, પણ વિચારતા નથી કે ત્યાગ વગર ધર્મ કેમ હોય ? વગર તજે ધર્મ સેવાતો હોત તો તો બધા જ સેવત; બાકી આ ધર્મ સેવવો એ તો કઠિન છે. કારણ કે પુણ્યકાર્ય સેવવાથી માત્ર પતતું નથી પણ એ કેમ કરવું, શા માટે કરવું એ ભેગું વિચારવાનું જ. બીજાના યોગે ખરાબ સામગ્રી મળે એના કરતાં આના યોગે - ધર્મના યોગે સારી સામગ્રી મળે એ ઠીક છે પણ એટલેથી પતે નહિ, કા૨ણ કે ધર્મ એ ન્યારી વસ્તુ છે. નિર્વેદ તથા વૈરાગ્ય વિનાનો ધર્મ એ તો વાસ્તવિક રીતે આડંબર છે. તિજોરીમાં પૈસા ન હોય અને શેઠાઈ રાખવામાં આવે એ કેટલા દિવસ ચાલે ? કહેવું જ પડશે કે થોડા જ દિવસ; તો હવે કહો કે કલાકોના કલાકો ધર્મનો સહવાસ રાખે, શ્રી જિનેશ્વરદેવની પૂજા કરે, નિગ્રંથ ગુરુદેવોની વાણી સાંભળે, શ્રી જિનેશ્વરદેવ તથા નિગ્રંથ ગુરુ કેવા એ કહેવા બેસે તો કહી શકે છતાં હૃદયમાં ત્યાગ તથા વિરાગનો છાંટો પણ ન હોય એ શું કહેવાય ? વિચારો કે પાપની પ્રવૃત્તિ મંદ કેમ ન થાય ? રોજ પૂજા કરે, સ્તવનો ગાય, સજ્ઝાયો લલકારે, છતાં એના એ રહે એ કેમ ચાલે ? એક જણે તો એક ધર્મની સમક્ષ ત્યાં સુધી
Jain Education International
૨૧૩
For Private & Personal Use Only
www.jainelibrary.org