________________
૧૨ ઃ ચાર ગતિમય સંસાર અને તેનો નિર્વેદ :
ધર્મની પ્રાપ્તિ માટે નિર્વ-વૈરાગ્ય અનિવાર્ય
ટીકાકાર મહર્ષિ શ્રી શીલાંકસૂરિજી મહારાજા કહે છે કે સૂત્રકાર મહર્ષિ શ્રી સુધર્માસ્વામીજી મહારાજા સંસારવર્તી પ્રાણીઓને નિર્વેદ તથા વૈરાગ્યની જાગૃતિ થાય એ માટે બીજા સૂત્રમાં કર્મના વિપાકનું વર્ણન કરી રહ્યા છે; કારણ કે જ્યાં સુધી નિર્વેદ અને વૈરાગ્યની પ્રાપ્તિ થાય નહિ ત્યાં સુધી ધર્મનો વાસ્તવિક રીતે હૃદયમાં પ્રવેશ થતો નથી. શ્રી જિનેશ્વરદેવના ધર્મની રુચિ માટે નિર્વેદ અને વૈરાગ્ય એ બહુ જરૂરી વસ્તુ છે. જો કે એની રુચિ થયા પછી જે નિર્વેદ તથા વૈરાગ્ય આવે એ તો જુદો , પણ એની રૂચિ થવા માટે સામાન્ય રીતનો નિર્વેદ તથા વૈરાગ્ય તો થવો જોઈએ, નહિ તો ધર્મની રુચિ ન થાય. શ્રી જિનેશ્વરદેવનો ધર્મ એ દુનિયાનું સાધન નથી; એટલે કે ધર્મ એ દુનિયાના પદાર્થો મેળવવા માટે નથી પણ દુનિયાના સંયોગથી અલગ થવા માટે છે, અર્થાત્ મળ્યું છે તે છોડવા માટે ધર્મ છે. જ્યારે ભવાભિનંદી આત્માઓને તો મળ્યું છે તે સાચવવામાંથી પાર જ નથી આવતો, અને તેઓના અંતઃકરણમાં નહિ મળેલું એને મેળવવાના મનોરથ ચાલી રહ્યા હોય છે, એ દશામાં શ્રી જિનેશ્વરદેવે પ્રરૂપેલા આ એકાંત હિતકર ધર્મના સદાચાર, ઉદારતા, સહિષ્ણુતા અને ઉત્તમ વિચારો વગેરે એવાઓના અંતરમાં શી રીતે આવે ? અનુષ્ઠાન માત્રમાં ત્યાગ :
શ્રી જિનેશ્વરદેવે પ્રરૂપેલા આ ધર્મના વિચારમાં, તપમાં, શીલમાં, ઉદારતામાં, અર્થાત્ સઘળામાં ત્યાગ જ છે. ત્યાગ કરવાનો એટલું જ નહિ પણ ભવિષ્યમાં ત્યાગ થાય, સર્વથા ત્યાગ થાય એ જ ઇચ્છવાનું.
શ્રી જિનેશ્વરદેવના શાસનનું દાન પણ શા માટે ? વર્તમાન વસ્તુઓ ઉપરની મૂર્છા ઉતારવા માટે અને ભવિષ્યમાં મૂર્છા ન થાય તે માટે. એ શાસનનો સદાચાર પણ શરીર આદિ ઉપરનો મમત્વ ભાવ છૂટે એ માટે જ છે. તપનો હેતુ પણ એ જ કે ઇચ્છા માત્ર ન રહે. વિચારો પણ એ ત્રણના જ. આથી સમજાશે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org