________________
1301
- ૧૨ : ચાર ગતિમય સંસાર અને તેનો નિર્વેદ - 82 ––
૨૧૫
સભા: તો પછી મેઘરથ રાજાએ પૌષધમાં “યેન' નામના પક્ષીને પોતાનું માંસ આપવાની
તૈયારી કેમ કરી હતી ? આ તમારો પ્રશ્ન જ વિલક્ષણ છે ! કારણ કે એમાં રત્નત્રયીની આરાધના સિવાય બીજું હતું પણ શું? પોતાના શરણે આવેલાને બચાવવા માટે પોતા પાસે જે સાધન હતું તેનો માત્ર સદુપયોગ જ હતો. શ્રી મેઘરથ મહારાજાના જીવનનો એક પ્રસંગ :
આ વસ્તુ સમજવા માટે એ આખોયે પ્રસંગ ખાસ યાદ રાખી લેવા જેવો છે કે જેથી કદી પણ આવા વિષયમાં ખોટી મૂંઝવણ ઊભી ન થાય.
સોળમા તીર્થપતિ શ્રી શાંતિનાથસ્વામીનો આત્મા દશમા ભવમાં, શ્રી “ધનરથ” નામના તીર્થપતિના પુત્ર તરીકે અને નામે કરીને શ્રી મેઘરથ તરીકે આ શ્રી જંબૂઢીપ નામના દ્વીપમાં આવેલા પૂર્વવિદેહમાં શ્રી પુષ્કલાવતી નામની વિજયના મધ્યખંડમાં આવેલી “શ્રી પુંડરીકિણી' નામની નગરીમાં ઉત્પન્ન થયો હતો. પોતાના પિતા અનગાર થયા પછી તે પુણ્યાત્મા નીતિપૂર્વક રાજ્યનું પાલન કરતા. એક વખત શ્રી મેઘરથ મહારાજાએ પૌષધશાળામાં પૌષધ લઈને વિદ્વાન ધર્મના અર્થીઓની સમક્ષ શ્રી જિનેશ્વરદેવોએ ફરમાવેલા ધર્મનો ઉપદેશ દેવાનો આરંભ કર્યો હતો. પુણ્યશાળી રાજાઓની મનોદશા અને પ્રવૃત્તિ કેવી સુંદર હોય છે એ જાણવા માટે આ પણ એક અનુપમ દૃષ્ટાંત છે. રાજ્યગાદી ઉપર આરૂઢ છતાં પુણ્યાત્માઓ મોટા ભાગે ધર્મની આરાધનામાં રત હોય છે, અને સુવિદિત શિરોમણિ આચાર્ય ભગવાન શ્રી હરિભદ્રસૂરીશ્વરજી મહારાજાના -
તત્ત્વકદાનપૂતાના, રમતે જ મોતથી ” ‘તત્ત્વશ્રદ્ધાથી પવિત્ર થએલો આત્મા સંસારસાગરમાં રમતો નથી.'
આ કથનનો સંપૂર્ણપણે સાક્ષાત્કાર કરાવનારા હોય છે. શ્રી મેઘરથ મહારાજાએ ધર્મ કહેવાનો આરંભ કર્યો એ જ અરસામાં તેમના ઉત્કંગમાં ભયથી ધ્રૂજતું એક કબૂતર આવીને પડ્યું અને મનુષ્યની ભાષામાં તેણે અભયની માગણી કરી; આથી શ્રી મેઘરથ મહારાજાએ પણ ડર નહિ ડર નહિ” એમ કહીને આશ્વાસન આપ્યું. એવા આશ્વાસનના યોગે સ્વસ્થ થયેલું તે કબૂતર સુખી થઈ ગયું અને બાળક જેમ પિતાના ખોળામાં નિર્ભયતાથી રહે તેમ કરુણાના સાગર એવા શ્રી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org