________________
1141
- ૩ઃ મહત્ત્વ પ્રત્યક્ષનું કે જ્ઞાનીના વચનનું ?- 73
-
પપ
તમે જોઈ શકો છો કે સાચા દાતારને ગમે તેવી સ્થિતિમાં પણ પાસેનું આપતાં આંચકો નથી આવતો અને એથી જ કહેવત પણ છે કે પાણીના અર્થી સુકાયેલા એવા પણ નદીના માર્ગને જ ખોદે !” કારણ કે ત્યાંથી પાણી મળવાનો સંભવ છે. આ બધું કહેવાનો આશય એ જ છે કે ગૃહસ્થાવાસ આખોય ત્યાજ્ય છે એમ તમને સમજાય. પણ ધ્યાનમાં રાખજો કે આ વાત વિષયાસક્ત આત્માઓને સમજાતી જ નથી, કારણ કે તે આત્માઓ તેમના ઉપર આપત્તિઓ આવે ત્યારે પણ માતાપિતા અને બંધુઓને યાદ કરે, ભાગ્યને ઠપકો દે, પણ રહે તો ત્યાંના ત્યાં જ ! ત્યાં રહીને મમતાવાળા બની, વિષયાધીન થઈ અને મારું, મારું કરી એવું પાપ બાંધે કે પરિણામે નરકાદિક દુર્ગતિને જ પામે. દુર્ગતિમાં પણ રહ્યા રહ્યા ચીસો જ પાડે, કારણ કે કર્મસત્તા આગળ કોઈનું જ કાંઈ ચાલી શકતું નથી. કર્મસત્તા પાસે કોઈ પણ આર્ગ્યુમેન્ટ, પુરાવા કે સાક્ષી ચાલી શકતાં નથી કે ખોટી હોશિયારી કામ આવતી નથી. તેને રેકર્ડ પર વાંચવું પડતું નથી. તે તો ગુનો કર્યો અને એને ભોગવવાનો સમય આવ્યો કે તરત જ કાનપટ્ટી પકડી વગર સમજો કે વગર વોરંટે ઘસડી જાય છે, અને પાછળની વ્યવસ્થા એમ ને એમ જ રહી જાય છે. ખરેખર, આજકાલ તો એવી ખાતરી આપનારાં ભયંકર દર્દો પણ મોજૂદ છે, તે છતાંય તમે આટલા બહાદુર છો એમ જાણીને તમારી બહાદુરી માટે ખરે જ દયા આવે છે ! એ જ કારણે પરમ ઉપકારી જ્ઞાની પુરુષો સંસાર ઉપર નિર્વેદ પેદા કરાવી તેનું ધૂનન કરાવવા માટે સંસારની ચારે ગતિમાંથી કોઈ પણ ગતિમાં સુખ નથી એ બતાવવા માટે હવે શું શું કહે છે, તે આગળ જોવાશે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org