________________
૪ઃ ભોગની પાછળ રોગની વણઝાર
74
• પ્રાપ્ય શું અને અપ્રાપ્ય શું? • સંસારમાં વ્યાધિઓ સિવાય બીજું શું ?
વિષય : સંસારી આત્માઓની દશા : ગોનું વર્ણન.
વિષયની આસક્તિ એવી કારમી હોય છે કે એને વશ જીવો ઉપર કારમી આપત્તિઓ આવે તો પણ તેઓ વિષયાધીનતાને છોડતા નથી. એ લોકો આપત્તિને કાઢવા માટેનો જ પ્રયત્ન કર્યા કરે છે. વખતે એ માટે દેવ-ગુરુ-ધર્મનું શરણ પણ લે છે. પણ એથી ભાવના એક જ કે આપત્તિ જાય, સંપત્તિ મળે અને મજેથી ભોગ ભોગવાય. આવા પામર આત્માઓ કોઈ પણ રીતે દુઃખમુક્તિરૂપ મોક્ષ અને તેના કારણરૂપ સંયમયોગને પામી શકતા નથી. એના બદલે - વિવિધ પ્રકારની વ્યાધિઓને જ પામે છે. તે વ્યાધિઓ કેવી, કેટકેટલા પ્રકારની અને તેની ભયાનકતા કેવી હોય છે, તેનું મૂળ અને ટીકાના માધ્યમથી સુંદર વર્ણન પ્રવચનકારશ્રીજીએ આ પ્રવચનમાં કર્યું છે. એ વાંચીને પણ સુયોગ્ય આત્મા વિષયવિમુખ અને આત્મસન્મુખ બને એ જ હેતુ છે.
મુવાક્યાત
વિષયાસક્ત આત્માઓ અશુભોદયના યોગે આપત્તિઓ આવે તો રુએ, ચીસો પાડે, બૂમો મારે, સ્નેહી-સંબંધીઓને યાદ કરે, કામ પડે તો દેવ-ગુરુ અને ધર્મને પણ સંભારે, પણ એ બધુંએ ત્યાંથી ખસવા માટે નહિ, પણ ત્યાં જ રહેવા માટે !
કર્મથી ભારે બનેલા જીવોની વિષયવાસના આપત્તિઓ આવવા છતાંયે જતી નથી. • વિષય સામગ્રી મેળવવામાં પણ પાપ, ભોગવવામાં પણ પાપ, એને યોગે આવેલી આપત્તિથી દુર્બાન થાય, એથી પણ પાપ, આપત્તિ દૂર કરવા દુર્ભાવનાઓ થાય એથી પણ પાપ અને પરિણામે દુર્ગતિમાં જવાનું, ત્યાં પણ હાલત તો ચીસો જ મારવાની અને એ હાલતમાંથી કોઈ જ બચાવી શકે તેમ નથી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org