________________
૪ : ભોગની પાછળ રોગની વણઝાર
પ્રાપ્ય શું અને અપ્રાપ્ય શું ?
સૂત્રકાર મહર્ષિ શ્રી સુધર્માસ્વામીજી મહારાજા અને ટીકાકાર મહર્ષિ શ્રી શીલાંકસૂરિજી મહારાજા ફરમાવી રહ્યા છે કે ‘કર્મથી ભારે બનેલા જીવો ધર્મને આચરવા યોગ્ય છતાં વિષયાસક્તિને લઈને એમના પર ગમે તેટલી આપત્તિ આવે તો પણ સકળ દુઃખના સ્થાનરૂપ ગૃહસ્થાવાસને છોડી શકતા નથી.’
આપણે જોઈ શકીએ છીએ કે વિષયાસક્ત આત્માઓ અશુભોદયના યોગે આપત્તિઓ આવે તો રુએ, ચીસો પાડે, બૂમો મારે, સ્નેહીસંબંધીઓને યાદ કરે, કામ પડે તો દેવ, ગુરુ અને ધર્મને પણ સંભારે, પણ એ બધુંયે ત્યાંથી ખસવા માટે નહિ, પણ ત્યાં જ રહેવા માટે ! આપત્તિ ટળે અને સન્માર્ગે જાઉં, એ ભાવનાએ સંભારતા હોય અગર આ બધું કરતાં હોય તો ઠીક, પણ આપત્તિ ટળે અને હું તો અહીં જ રહું, એ ભાવનાએ જ એ જીવો દેવ, ગુરુ અને ધર્મને પણ સંભારે છે. વિલાપ કરે, દુઃખની બૂમો પાડે છે એ બધું સાચું, પણ તે સંસારથી છૂટવા માટે નહિ પણ રહેવા માટે. વિષયને યોગે આવેલી આપત્તિને આપત્તિ માને અને દીનતા એટલી બધી કરે કે ન પૂછો વાત. એ દીનતાનો પાર પણ નહિ અને દીનતામાં આવીને તે એમ પણ બોલે કે મારા માથે આવા દેવ, આવા ગુરુ અને આવો ધર્મ છતાંય આવી આફત ! પણ એમાંય આશય તો એ જ કે આફત ટળે અને આનંદથી અહીં રહેવાય. ખરેખર, કર્મથી ભારે બનેલા જીવોની વિષયવાસના આપત્તિઓ આવવા છતાંયે જતી નથી. એવી દશામાં પણ આવેલી આપત્તિ કેમ જાય, એ જ વિચાર અને પ્રયત્નોમાં પણ એ જ હેતુ કે વિષયની સામગ્રી આપત્તિ જવાથી રીતસર ભોગવાય. આ સિવાયની બીજી એક પણ શુભ ભાવના જ ન મળે !'
માંદાને પૂછો કે ‘દવા શા માટે લેવાય છે ?’ તો તે કહેશે કે ‘સારી રીતે ખવાય, પીવાય અને મોજશોખ કરાય એ માટે !' હૃદયની આ ભાવનાના પ્રતાપે સમજાતું જ નથી કે ‘વિષયસામગ્રી મેળવવામાં પણ પાપ, ભોગવવામાં પણ પાપ, એને યોગે આવેલી આપત્તિથી દુર્ધ્યાન થાય એથી પણ પાપ, આપત્તિ દૂર કરવા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org