________________
૫૪
- આચારસંગસૂત્રનાં વ્યાખ્યાનો - ૫
-
110
કરું છું ! આપણે એક જ સ્થાનમાં રહીશું, પણ શિયળને પૂરેપૂરી રીતે પાળીશું ! વિષયચિંતા વખતે તત્ત્વચિંતામાં મગ્ન થઈશું અને સૂઈશું ત્યારે નિયમ યાદ કરાવનાર ખાંડું વચમાં મૂકીશું! ધ્યાનમાં રાખજો કે આવા આત્માઓ પોતાનું હૃદય શુદ્ધ છતાં પણ પોતાને આલંબનની જરૂર માને છે. અસ્તુ. મુક્તિદાયક દાન કયું?
આથી તમે બરાબર સમજી શકશો કે શુદ્ધ સમ્યગદષ્ટિ આત્માને વિષયનું વિષ ચડતું નથી. કારણ કે તે આત્માઓમાં “વિષયો વિષતુલ્ય છે' આ વિવેક જાગૃત જ હોય છે. એટલે તે આત્માઓ કર્મના યોગે વિષયોને સેવે છે તે પણ ઉદ્વિગ્ન મને જ ! વચમાં વચમાં રાગ આવી જાય તો પણ જાગૃતિ બુઝાઈ ન જાય. ઉપભોગમાં ગુણ છે કે રાગ આવ્યા સિવાય રહે નહિ, પણ વિષયના સંગથી આઘો આવ્યા પછી તે વિચારે કે હજી આની આ જ દશા ? રોજ આવો વિચાર આવે તો ધાર્યું પરિણામ આવે, પણ એ વિચાર નામનો જ ન હોવો જોઈએ : એટલું જ નહિ પણ તે વિચારી હૃદયરૂપી ભૂમિ ચિરાવી જોઈએ. આ સ્થિતિ નહિ હોવાથી જ આજે ધર્મ, ધર્મ તરીકે પરિણામ નથી પામતો. આથી દાન ધર્મની વાત આવે ત્યાં એમ થાય કે દાન છે તો સારું પણ લક્ષ્મી ખોટી છે એમ પ્રાય: નથી થતું! દાનથી અનંતા આત્મા મુક્તિએ ગયા એ વાત સાચી, પણ મુક્તિદાયક દાન ધર્મ સેવાય ક્યારે ? ત્યારે જ કે જ્યારે લક્ષ્મી અસાર છે એમ ચોક્કસપણે મનાય. અસાર માન્યા પછી અસાર માનનારા આત્માને તેના ભોગવટામાં તેવી મજા નથી જ આવતી.
દ્રવ્યદાનમાં દેવા યોગ્ય ચીજના ભોગવટામાં આનંદ ન આવે ત્યારે જ દાન સાચું થાય, પણ આજ તો લક્ષ્મી એવી ગળે વળગી છે કે તેના દેવાથી અમુક લાભ છે, એટલે કે ભવિષ્યમાં ઘણી ઘણી મળશે, એમ માનીને જ પ્રાયઃ દાન થાય છે. આથી તમારે સમજવું જ પડશે કે મમતા ઘટી હશે તો જ સાચી રીતે હાથ પહોળો થશે. એ વાત સાચી છે કે ગૃહસ્થ સઘળી લક્ષ્મીને છોડવા નથી બેઠો, પણ તે તે સઘળી છોડવાના તેના મનોરથ છે, એમાં તો શંકા ન જ હોવી જોઈએ. ગૃહસ્થ આવકના પ્રમાણમાં દાન કરે એમાં વાંધો નથી, પણ લક્ષ્મી માત્ર ઉપરથી મમતા ઉતારવાના પ્રયત્નમાં તેણે પ્રયત્નશીલ રહેવું જ જોઈએ : કારણ કે મમતા ઘટે તો જ ધર્મનો પ્રેમ વધે. જે કચરો ભરાયો છે તે ખાલી થશે, ત્યારે સંયમ રુચાવવા આટલી મહેનત નહિ જ કરવી પડે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org