________________
1139 --- ૩ : મહત્ત્વ પ્રત્યક્ષનું કે જ્ઞાનીના વચનનું?- 73
-
૫૩
પુણ્યોદયનાં સાધનો પણ જો હૃદયભેદ થાય તો પાપની સાધનામાં કામ લાગે છે ! નિમિત્તનો ઉપયોગ કરતાં ન આવડે, તો શુભ પણ અશુભમાં પલટાઈ જાય છે. આથી સમજી શકાશે કે હૃદયની શુદ્ધિથી સમજપૂર્વક અથવા તો સમજુની આજ્ઞા મુજબ આત્મકલ્યાણની ક્રિયાઓ કરવી જોઈએ. સમ્યગ્દષ્ટિનું એ કર્તવ્ય છે. - વ્યવહારમાં તમે જુઓ છો કે દેખતો ઠોકર ખાય તો તેનો બચાવ કોઈ ન કરે, અને આંધળો ઠોકર ખાય તો તેને ઉઠાવવા, બચાવવા અને ઘેર મૂકી જવા સુધીની પણ સહાય કરનારા મળે. તેવી જ રીતે સમ્યગ્દષ્ટિ આત્મા એટલે દેખતો આત્મા છે. અને તે ભૂલ કરે તો બહુ ખોટું કહેવાય. જેમ દેખતો ખાડો, ટેકરો, કાંકરો, પથરા વગેરે જોઈને ચાલે છે કે ઠોકર વાગે તો પડી જવાય, લોહી નીકળે અને પાટો બાંધવો પડે તથા પથારીમાં પણ પડવું પડે તેમ સમ્યગ્દષ્ટિ આત્મા પણ દિવ્યદૃષ્ટિનો ઉપયોગ કરે. પણ આથી એમ સમજવાનું નથી કે ટિચાવાથી અજ્ઞાનને ઓછો બંધ થાય છે, કારણ કે ટિચાવાથી આંધળાને ઓછું વાગે છે એમ નથી બનતું, પણ વધારે વાગે એમ પણ બને છે ! કારણ કે દેખતો જેમ બચાવનું સાધન શોધી લે છે તેમ, આંધળો બચવાનું સાધન શોધી શકતો નથી. તેવી જ રીતે સમ્યગ્દષ્ટિ આત્મા પણ ખરાબ સાધનોને સારાં બનાવી દે છે. સાર શોધવાની તાકાતને લઈને તે અશુભને પણ શુભ તરીકે ઉપયોગમાં લઈ શકે છે ! ખરે જ, સાચી સમજણવાળો આત્મા ભોગમાં ફસાયેલો છતાં પણ વૈરાગ્યથી દૂર નથી થતો, એટલું જ નહિ પણ ભોગના સ્થાનમાં તે પોતાની ભાવનાને સાચવી રાખે છે.
તમે ઘણી વાર સાંભળ્યું હશે કે શ્રી વિજયશેઠનો એ અભિગ્રહ હતો કે શુક્લપક્ષમાં શિયળ પાળવું. જો કે બાકીના પંદર દિવસ માટે એની અવિરતિ હતી, પણ ખરેખર તે પુણ્યશાળી આત્માને તેની તેવી પરાધીનતા ન હતી, વધુમાં તે પુણ્યશાળીની પત્ની તરીકે જે આવી તે પણ વસ્તુની વિરોધિની ન હતી. છતાંય
જ્યારે શ્રીમતી વિજયા શેઠાણી વિલાસભવનમાં આવી તે વખતે શ્રી વિજય શેઠે કહ્યું કે મારા નિયમને ત્રણ દિવસ બાકી છે માટે તે પછી ! આ સાંભળીને કંઈક ખિન્ન થવા છતાં પણ વસ્તુતત્ત્વની જ્ઞાતા શ્રી વિજયા શેઠાણીએ કહ્યું કે આપના ત્રણ પૂરા થાય છે, પછી મારા પંદર શરૂ થાય છે. આ પછી કેટલીક વાતચીતના અંતે બન્નેય એકમત થાય છે અને વિચારે છે કે સોનું અને સુગંધ ભેગાં થયાં!બહુ જ અનુપમ થયું! જે ઇરાદે મેં પંદર તજ્યા હતા, તે જ ઇરાદે હવે પંદરનો ત્યાગ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org