________________
આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો પ
ફણીધરને આંધળો બનાવ્યા વિના તેના મસ્તક ઉપરનો ણિ હાથમાં નથી આવતો. તેમ પંચમકાળરૂપ ફણીધરને પણ આંધળો કર્યા વિના પ્રભુશાસનરૂપ મણિ હાથમાં આવે નહિ. કહેવાય છે કે મણિને બાજુમાં મૂકી પછી તેના પ્રકાશમાં ફણીધર ફરે છે અને આનંદ કરે છે, તે વખતે તે મણિ ઉપર ઢાંકણ મુકાય એટલે તે આંધળો બને ને ત્યાં ને ત્યાં તેના મોહથી પછાડા ખાઈને મરે છે. તેમ તમારે પણ શ્રી જિનશાસનરૂપ મણિ કદાચ હાથમાં નહિ તો પાસે તો મોજૂદ જ છે, પણ તમે ફણીધરથી ડર્યા છો તેથી જ એ સર્વ સુખદાયક મણિને લેવા આવતા નથી. જે ભયરૂપ છે ત્યાં તમને એવો રંગ અને રસ છે કે કોઈ વાર એમ પણ થાય કે છૂટીએ તો ઠીક, પણ ઘડીક પછી પાછી મજા છે એમ લાગે છે. મોહના ઊભરાથી એ ઉત્તમ વિચારો ટકતા નથી.
૫૨
શ્રી કુમારપાળ મહારાજા શ્રી કડંકેશ્વરી દેવીની માગણી નહિ સ્વીકારતાં, અહિંસા ધર્મનું પાલન કરવામાં મક્કમ રહ્યા, તો એની એ કંટકેશ્વરી અઢાર દેશની રક્ષક બની અને હિંસા કોણ કરે છે તેની ખબર પણ એ રાખતી થઈ. એટલું જ નહિ પણ કોઈ એક જૂ પણ મારે તો તે રાજાને ખબર દેતી. સમ્યગ્દષ્ટિની ઉત્તમતા :
1138
આથી જ હું તમને કહું છું કે તમારે સાચા સુખી થવું હોય. તો સંયમી થવું જોઈએ અથવા તો સંયમ સહેલું થાય એવી યોજના ક૨વી જોઈએ. દુનિયાદારીના પદાર્થો ઉ૫૨ની મમતાને સર્વથા તજવા જેવી છે, એમ દૃઢતાપૂર્વક માની તેને તમારે એકદમ તજવી જોઈએ, અગર તો તે સર્વથા તજાઈ જાય તેવી પ્રવૃત્તિ આદરવી જોઈએ. કારણ કે દુનિયાદારીની ચીજો ઉપરથી મમતા ઘટી હશે તો જ તમે ધર્મશાસનના સાચા પ્રભાવક થઈ શકશો અને જો મમતા નહિ તજો તો ધર્મ કરશો તો પણ તેવા પ્રભાવક નહિ થઈ શકો.
આજે કેટલીક ધર્મક્રિયાઓ થાય છે પણ તે કેવી ? એવી જ કે જોઈતો લાભ ન મળે. વ્યવહારમાં પણ જેમ કહેવાય છે કે કૃપણને ઘેર વરો ડબલ થાય, પણ તેને જશને બદલે જુતિયાં જ મળે છે અને ઉદારને ત્યાં ખર્ચ ઓછો ને નામના મોટી, કારણ કે બન્નેના હૃદયમાં ભેદ હોય છે. તેમ આ વિષયમાં પણ સમજવું જોઈએ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org