________________
1137
૩ : મહત્ત્વ પ્રત્યક્ષનું કે જ્ઞાનીના વચનનું ?- 73
કારણ કે,
કારણ
“સુષમા’ કાળ કરતાં ‘દુષમા’ કાળમાં તારી કૃપા ફળવાળી છે, કે મેરુ પર્વતની ભૂમિ કરતાં મારવાડની ભૂમિમાં કલ્પતરુની સ્થિતિ પ્રશંસાપાત્ર છે.
વળી,
“હે સ્વામિન્ ! તારાં દર્શનથી રહિત એવો હું યુગાંતરોમાં પણ ભટકો છું, માટે જે કલિકાલમાં મને તારું દર્શન થયું તે કલિકાલને પણ મારા નમસ્કાર હો !
ખરેખર,
“હે ભગવન્ ! વિષયુક્ત ફણિધર જેમ વિષહર રત્નથી શોભે છે, તેમ બહુ દોષવાળો આ કલિકાલ દોષરહિત એવા તારાથી શોભી રહ્યો છે.”
આ પ્રમાણે કહીને કલિકાલસર્વજ્ઞ ભગવાન શ્રી હેમચંદ્રસૂરીશ્વરજી મહારાજા સાફ સાફ જાહેર કરે છે કે ‘આ પંચમ કાલરૂપ વિષધર પણ પ્રભુશાસનના યોગે હાનિકર નથી.’ આથી એ વાત સાચી છે કે ‘ચોથો કાળ ઘણો સારો હોવા છતાં પણ, જો ત્યાં શ્રી જિનેશ્વરદેવના શાસનની પ્રાપ્તિ ન થાય, તો એ સારો પણ કાળ કશાય કામનો નથી : કારણ કે એ કાળમાં જન્મેલાં પ્રાણીઓ પણ પ્રભુશાસન નહિ પામવાથી સાતમી નરકે ગયાં છે. માટે કાળ ચોથો હો કે પાંચમો હો, એની કશી જ કિંમત નથી : કિંમત પ્રભુશાસનની છે, કારણ કે ઉદય ચોથા કે પાંચમા કાળને આધીન નથી પણ પ્રભુશાસનને આધીન છે. મણિધરનો મણિ જો હાથમાં આવી જાય, તો પછી ફણીધરનો પણ કશો ભય નથી રહેતો, કારણ કે વિષધરના વિષનો નાશ કરવામાં સમર્થ એવો વિષહર મણિ પોતાની પાસે છે. તેવી જ રીતે પ્રભુશાસનરૂપ મણિને પામનારા પુણ્યશાળી આત્માઓએ વિષધર જેવા આ પંચમકાલથી લેશ પણ ડરવા જેવું નથી, કારણ કે પંચમકાલ જો વિષધરની માફક ભયંકર છે તો પ્રભુશાસનરૂપી મણિ પંચમકાલરૂપ વિષધરના વિષને નાશ કરવામાં પૂરેપૂરી રીતે સમર્થ છે. માત્ર એ મણિને મેળવવામાં જ મુશ્કેલી છે, પણ એ મુશ્કેલી તો પેલા મણિધરના મણિને મેળવવામાં પણ બેઠેલી જ છે. ફણીધરના મસ્તક ઉપર દીપી રહેલા મણિને મેળવવાનું કામ કાંઈ સહેલું નથી. એ કામ પણ જીવસટોસટનું છે. એને મેળવવામાં પણ કાંઈ મુશ્કેલી ઓછી નથી. કહેવાય છે કે મસ્તક ઉપર રહેલ મણિને લેવામાં પણ બહુ જોખમ છે, કારણ કે
Jain Education International
૫૧
For Private & Personal Use Only
www.jainelibrary.org