________________
આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો
સંયમ ન લેવાય ત્યાં સુધી પણ પોતાની પાસે જે કાંઈ હોય એનો ઉદારતાપૂર્વક ત્યાગ તો કરવા માંડવો કે જેથી ભવિષ્યમાં સંયમ પણ દોડતું આવશે. આ જ કારણે કલિકાલસર્વજ્ઞ ભગવાન શ્રી હેમચંદ્રસૂરિજી મહારાજા શ્રી વીતરાગ સ્તોત્રમાં કહે છે કે ‘જેમ વક્તા બુદ્ધિશાળી જોઈએ, તેમ શ્રોતા પણ શ્રદ્ધાળુ જોઈએ. જો એ બેયનો યોગ થાય, તો હે ભગવન્ ! આ કળિકાળમાં પણ તારું શાસન એકછત્રી થાય.' આથી જ હું કહું છું કે પ્રભુશાસન પ્રત્યે ચુસ્ત શ્રદ્ધાળુ બનો, પણ લોક ત૨ફ ધ્યાન નહીં દો ! લોકને તો જેમ નમાવવું હોય તેમ નમે, પણ આપણી તેવી કાર્યવાહી જોઈએ. તમારો ધર્મ, તમારી ક્રિયા એવી હોય કે અધર્મીને ઘેર પણ મીઠાશ મોકલે. પણ હૃદય સંકુચિત છે, વિષયમગ્નતા લગભગ એવી જ તમારામાં પણ બેઠી છે ત્યાં સુધી તેવી પ્રભાવના નહિ જ થાય. કાં તો છે. એનો ત્યાગ કરી સાચા સાધુ બનો અને તેમ ન કરી શકાય તો પરમાર્હત્ બનો. કારણ કે એમાં જ સ્વપરનું સાચું શ્રેય છે.
કલિકાલની સ્તુતિ ઃ
સભા : સાહેબ ! એમ કરવામાં દુષમ કાળ પણ તેની અસર કરે જ ને ?
કાળના બહાને શક્ય કલ્યાણની સાધનામાં શિથિલ ન બનો. તમારા કરતાં કાળના સ્વરૂપને સારામાં સારી રીતે જાણનારા એ જ કલિકાલસર્વજ્ઞ આચાર્ય ભગવાન શ્રી હેમચંદ્રસૂરીશ્વરજી મહારાજા, એ જ શ્રી વીતરાગ સ્તોત્રમાં સ્પષ્ટ શબ્દોથી શ્રી વીતરાગ પરમાત્માની સ્તવના કરતાં કહે છે કે
૫૦
"यत्राल्पेनापि कालेन त्वद्भक्तेः फलमाप्यते ।
कलिकालः स एकोsस्तु, कृतं कृतयुगादिभिः । । १ । ।
सुषमातो दुःषमायां, कृपा फलवती तव । મેતો મરુભૂમો દિ, જાણ્યા પતરો: સ્થિતિઃ ।।૨।। युगान्तरेषु भ्रान्तोऽस्मि, त्वद्दर्शनविनाकृतः । नमोऽस्तु कलये यत्र, त्वद्दर्शनमजायत ।।३ ॥
बहुदोषो दोषहीना - त्त्वत्तः कलिरशोभत । विषयुक्तो विषहरात्, फणीन्द्र इव रत्नतः । । ४ ।।"
“હે નાથ ! જે કાળમાં અલ્પ કાળે કરીને પણ તારી ભક્તિનું ફળ પામી શકાય છે, તે એક કલિકાલ જ મારે માટે હો ! મારે એ નૃતયુગાદિથી સર્યું !!
Jain Education International
For Private & Personal Use Only
1136
www.jainelibrary.org