________________
૩ : મહત્ત્વ પ્રત્યક્ષનું કે જ્ઞાનીના વચનનું ?- 73
રાખે છે, તે જ કારણથી તે આત્માઓ ફસાઈ જતા યા મૂંઝાઈ જતા નથી. કારણ કે તે આત્માઓ વિષયોના સ્વરૂપને સમજે છે. આથી સમજી શકાશે કે ‘વિષયો દુઃખનું સાધન છે' એ આજે જે ગળે ઊતરતું નથી, તેનું એક જ કારણ છે કે આસક્તિ બધાં જ દુઃખોને ભુલાવી દે છે. આસક્તિમાં પડેલા આત્માઓને ભોગના વિપાકો સમજાવવા, એ અતિશય કઠિન છે, એવી વાતો તે આત્માઓને ગળે ઊતરતી જ નથી. એ જ કારણે પ્રાયઃ દરેક વસ્તુ તે આત્માઓને કર્મબંધનું જ કારણ થાય છે. આવી દશા હોવાથી ભોગને ભોગવવા યોગ્ય માનનારાઓને ભોગ એ જેમ મોહનું સાધન છે, તેમ જ્ઞાનીઓ માટે તે જ વૈરાગ્યનું સાધન છે. સ્વ-પર કલ્યાણ ક્યારે ?
1135
આથી એ પણ સ્પષ્ટ થાય છે કે અજ્ઞાનીઓને જેટલાં બંધનનાં કારણો છે, તેટલાં જ જ્ઞાનીઓને નિર્જરાનાં કારણો છે. અજ્ઞાની જેનાથી આશ્રવ કરે છે, તેનાથી જ્ઞાની સંવર કરે છે. એક જ સ્ત્રીનું મૃતક ગીધ વગેરે જુએ તો ગૂંથે, કામી પુરુષો જુએ તો વિચારે કે જીવતું હોત તો ભોગનું સાધન બનત અને એને જ્ઞાની જુએ તો વિચાર કરે કે શરીરની કેવી દશા છે ? આમાં મૂંઝાવું તે ખરે જ મૂર્ખાઈ છે ! આથી જ્ઞાનીને માટે ભોગનાં સાધન છે તે જ ત્યાગનાં સાધન છે, પણ ભોગના અને ત્યાગના સ્વરૂપને સમજવું જોઈએ.
૪૯
દુનિયાને દુ:ખ ગમતું નથી અને સુખ જોઈએ છે, તે છતાં પણ દુનિયા દુઃખ આપનારી વસ્તુઓ પાછળ પડી છે, તેનું એક જ કારણ છે કે દુઃખ આપનારી વસ્તુઓ સુક્ષ્મ આપનારી છે, એવી માન્યતા ‘અસ્થિમખ્ખાવત્' બળવાન બની ગઈ છે. દૃષ્ટાંત તરીકે પર્વતના શિખરની ઝીણી ટોચ ઉપર પુષ્કરાવર્ત્ત મેધની ધારા પણ અસર નહિ કરે, કારણ કે ત્યાં પાણી ટકતું નથી, તેવી જ રીતે વિષયો સુખનાં સાધન તરીકે મનાઈ ગયાં છે, ત્યાં સુધી જ્ઞાનીઓ પુષ્કરાવર્ત્ત મેઘની ધારાઓની જેમ ઉપદેશની ધારાઓ વરસાવે, તો પણ તે અસરકારક નીવડે તેમ નથી.
ઉ૫કા૨ીઓ સંસારની અસારતા ગમે તેટલી બતાવે, તો પણ વિષયાસક્તોની મોહમૂંઝવણ મટતી નથી. જેઓએ પોતાની તે ખોટી માન્યતાને તજી, તેઓ જ્ઞાનીઓની દેશનાઓ સાંભળીને કાં તો મુનિ બની ગયા અને કર્મવશ સંસારમાં તેઓને રહેવું પડ્યું, તો પણ તેઓ ધર્મની મોટી મોટી પ્રભાવનાઓ કરી ગયા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org