________________
૪૮
-
– આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો - ૫ -
-
-
114
શ્રી તીર્થંકર પરમાત્માઓએ ભોગાવલી કર્મના વશે ભોગોને ભોગવ્યા, તે છતાં પણ તે પુણ્યાત્માઓને બંધ ઓછો થયો અને ક્ષય વધારે કર્યો, કારણ કે તે તારકોમાં વિવેક અને વૈરાગ્ય એ બન્નેય જાગતા જ હતા. ‘ભોગો એ રોગ સમાન છે' આ વાત એ તારકોના રોમેરોમમાં પરિણામ પામી ગયેલી હતી, એ કારણથી તે તારકો ભોગને રોગ માનીને જ, એટલે કે ચેતીને જ વર્તતા હતા. તે જ કારણથી તે તારકો ભોગને વળગી પડતા ન હતા.
શુભોદય તીવ્ર હોય તો પુણ્યોદયને લીધે વગર માગ્યું અને વગર મહેનતે સામગ્રી ખડી થઈ જાય છે, પણ ભોગાવલી કર્મના યોગે મળતી ભોગસામગ્રી પણ બંધન જ છે, એમ માનીને જ તે તારકો ભોગવતા. “બંધન એવાં ન થઈ જાય કે એને છોડતાં મહેનત પડે' એવી કાળજી રાખવી, તેમાં જ આત્માની હોશિયારી છે.
કેદી છ મહિના સુધી જેલમાં સજા ભોગવવા રહે છે, તે નીકળવાની ભાવનાએ કે રહેવાની ? તેને પૂછો કે “કેમ નીકળાતું નથી ?' તો તે કહેશે કે તાળું માર્યું છે એથી !' એ જ રીતે ભોગાવલી કર્મના યોગે મળેલા ભોગોને ભોગવતાં પણ, જ્ઞાનીઓ હૃદયમાં નક્કી કરીને જ બેઠા હતા કે એ બંધનો છે : એ કારણથી તે તારકો બંધનો બાંધી ન જાય એની પૂરેપૂરી કાળજી રાખતા હતા અને તેથી વખત આવ્યે તે તારકોને છોડતાં વાંધો ન આવ્યો.
દેવતાઓને મરવાના છ માસ અગાઉ પુષ્પમાળાઓ વગેરે કરમાય છે તે સમયે, સાગરોપમનાં સુખો અગ્નિરૂપ થઈ જાય છે. વિમાન, વાવડીઓ અને દેવાંગનાઓ પણ દુઃખરૂપ ભાસે છે. પણ તે કોને ? શુદ્ધ સમ્યગ્દષ્ટિ ન હોય અગર જાગૃત ન હોય તેવાઓને જ, પણ ઊંચી કોટિના અને જાગૃત સમ્યગ્દષ્ટિ દેવતાઓને તો પુષ્પની માળા કરમાતી પણ નથી અને વગર દુઃખે જ અન્ય ગતિમાં ચાલ્યા જાય છે, શાથી ? કહેવું જ પડશે કે પુણ્યાનુબંધી પુણ્યના પ્રભાવે તે સામગ્રીઓમાં પણ તે આત્માઓને લીનતા નથી હોતી. એકંદ્રિયમાં પણ તે દેવો જાય છે, કે જે વિમાન, વાવડીઓ વગેરેને મારું મારું જ માનીને મૂંઝાઈ મરનારા છે.
મોટે ભાગે દરેક જગ્યાએ ઉચ્ચ કોટિના પુણ્યવાનો થોડા જ હોય છે. ભોગના વિપાક જાણનાર બંધનને આધીન થતા જ નથી અને પૂરી સાવધગીરી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org