________________
૩ : મહત્ત્વ પ્રત્યક્ષનું કે જ્ઞાનીના વચનનું ?- 73
થાય છે. તો હવે વિચારો કે વિકાર હોય છતાં શાંતિ આપે એવી વસ્તુ દુનિયામાં કઈ ? આપણે સારા તો જગ સારા, કામ કરીએ તો સહુને વહાલા લાગીએ. નમ્રતા, વિનય, સેવા અને નોકરી વગેરેથી બીજાની પ્રસન્નતા મેળવીએ, તેમાં સામાનો ખરો ગુણ કે સારી હાલતની માફક ખરાબ હાલત વખતે પણ જે પ્રેમથી સન્માર્ગે લઈ જાય, તેનો ખરો ગુણ ? તે જ ચીજ સારી કહેવાય કે જે ગમે તેવા સમયમાં પણ શાંતિ આપવાનો ગુણ ધરાવતી હોય ! વિષયની સામગ્રી, એ દેખીતી રીતે તો સુખનું સાધન છે, પણ તે વાસ્તવિક સુખનું સાધન નથી. એક, પણ એકને મોહ ને બીજાને વૈરાગ્ય !
વસ્તુ
1133
બીજી વાત એ પણ છે કે સારી અવસ્થામાં સુખનું સાધન થનારી એવી પણ એ વસ્તુ પરિણામે તો દુઃખનું જ કારણ છે. પુણ્યોદય જાગતો હોય ત્યાં સુધી જ દુનિયાના વિષયો પણ અનુકૂળ રહે છે. એ અવસ્થામાં પથરાના ઢગલામાં હાથ નાખવામાં આવે તો પણ હાથમાં હીરો આવી જાય છે અને ઉત્તમ પુણ્યશાળી માટે કોલસા પણ સોનૈયા થઈ જાય છે, પણ સ્થિતિ પલટાઈ જાય છે ત્યારે એ જ ચીજો દુઃખ આપે છે.
૪૭
સારી ચીજ પણ તેમાં આસક્ત થઈને પ્રમાણથી અધિક ખાવામાં આવે, તો દુઃખ આપે છે અને વિવેકી થઈ બુદ્ધિપૂર્વક પચાવવાની શક્તિ પ્રમાણે ઉપયોગ કરવામાં આવે, તો સુખ આપે છે. આ રીતે અવિવેકી આત્મા માટે સુખનું સાધન પણ પ્રત્યક્ષ દુઃખનું સાધન બને છે. વધુમાં સારી પણ વિષયસામગ્રીને રાચીમાચીને ભોગવવાથી તે પરિણામે પણ દુઃખનું સાધન થાય છે. આત્મભાન ભૂલી પૌદ્ગલિક પદાર્થોનો ભોગવટો કરવામાં, જો પુણ્યોદય હોય તો સુખનો અનુભવ થાય, પણ પરિણામે તો દુ:ખ જ ભોગવવું પડે છે. આથી પુણ્યના યોગે કદાચ બાહ્ય પદાર્થો મળી જાય અને વૈરાગ્ય ન આવે તો તે પદાર્થોને ભોગવતાં તો અવશ્ય વિરાગી રહેવું જોઈએ.
શ્રી જિનેશ્વરદેવ રૂપી વૈધે ફરમાવ્યું છે કે મળેલ વસ્તુ ભોગવટા વિના છોડી દો તો હ૨કત નથી અને જો ન જ છૂટે તો ભોગવતાં પણ સાવધાની રાખજો, એટલે કે તેમાં તન્મય ન બનતા : કારણ કે તે પારકું છે. આથી તેના ભોગવટામાં વિવેકપૂવક વર્તાય ત્યાં સુધી તે સુખનું સાધન અને વિવેકહીન રીતે તેનો ભોગવટો થાય, તો તે આ લોકમાં તેમ જ પરલોકમાં પણ દુઃખ જ આપે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org