________________
૪૩
– આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો - ૫ -
1132
માનો છો તે રૂપને જોઈને અનેક આત્માઓ રડે છે કે આ અમને કેમ નહિ ? સુખ તો અમુકને જ થાય છે, પણ તે પદાર્થોથી દુ:ખ તો અનેકાનેક આત્માઓને થાય છે. વળી એકને પણ સુખ ક્યારે મળે છે ? ત્યારે જ કે તે અનેકને દુઃખ આપે છે, મોટર એ સુખનું સાધન થાય છે, પણ વચમાં આવનાર અનેકને એ દુઃખનું સાધન થાય છે. આથી સ્પષ્ટ છે કે અમુકને આનંદ આપે છે તે અનેકને દુઃખ આપનાર થઈ પડે છે. જો આમ જ છે, તો પછી વિષયસામગ્રી સુખનું સાધન છે એમ કહી રહ્યા છો, તો બતાવો કે સકળને તે સુખનું સાધન કેવી રીતે હોઈ શકે છે ?
વધુમાં “ભોગવટાની ચીજ જિંદગીભર માટે સુખ કરનાર છે' એમ પણ સાબિત કરવાને શક્તિમાન છો ? નહિ જ, કારણ કે જે કંકણના અવાજ નમીરાજાને એક વખત ઉન્મત્ત બનાવનારા હતા, જેને સાંભળીને તે રાજવીની એક વખત રોમરાજી વિકસ્વર થતી હતી અને આનંદના ઉછાળા આવતા હતા, તે જ અવાજ એક વખત તેમને સાંભળવો પણ અસહ્ય થઈ પડ્યો હતો અને એ વાત આજે પણ અનેકને અનુભવસિદ્ધ છે, તો પછી અજ્ઞાન અનુભવીઓના વચનને માની દુઃખી થવું અને અનેકને દુઃખી કરવા, એના કરતાં જે શાસ્ત્રકાર મહર્ષિઓ શ્રી સર્વજ્ઞ પરમાત્માના કથનને જ પ્રમાણરૂપ માની વસ્તુના વાસ્તવિક સ્વરૂપને સમજાવે છે તે કેમ ન સ્વીકારવું ? આવા ઉપકારીઓના કથનને પ્રમાણરૂપ સ્વીકાર્યા પછી, વિષયો એકાંતે દુઃખને જ આપનાર છે એમ સમજવું અને સમજાવવું એ ઘણું જ સહેલું છે, કારણ કે એ ઉપકારીઓ તો સુખનું સાધન તેને જ કહે છે કે જેનામાં દુઃખ આપવાનો સ્વભાવ જ ન હોય અને જેના સેવનથી અનુભવકાળે, અનુભવ પછી અને પરિણામે સુખ જ પ્રાપ્ત થાય.
વ્યવહારમાં પણ એમ જ મનાય કે “સારા હોઈએ તો બધા સંબંધી થતા આવે, સૌ સુખ આપે અને બધી વસ્તુ સારી લાગે, પણ આપત્તિ વખતે ઉપયોગમાં આવે, આપત્તિમાં સહાય કરે, તે જ સાચા સંબંધી અને સાચાં સુખનાં સાધન કહેવાય ” તમે જ કહોને કે આપત્તિમાં સહાય કરે તે બંધુ કે સંપત્તિમાં સહાય કરે તે જ, એમ કહેતા હો તો કહો કે – અશુભનો ઉદય આવે ત્યારે દુનિયાનો કોઈ પણ વિષય સહાયરૂપ થવામાં કામ આવે તેમ છે ? નહિ જ, કારણ કે – અશુભના ઉદય સમયે શાંતિ આપવાનો તે વસ્તુમાં ગુણ જ નથી. એનું કારણ એ છે કે જે વસ્તુ એકને શાંતિ આપે છે, તેની તે જ વસ્તુ અન્યને અશાંતિમાં હેતુ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org