________________
૩ : મહત્ત્વ પ્રત્યક્ષનું કે જ્ઞાનીના વચનનું ?- 73
છે, કારણ કે તેઓએ પ્રત્યક્ષપણે જોઈને જ બાપનો નિર્ણય કર્યો નથી. એટલું જ નહિ પણ તેમ કરવા ધારે તોય તે કરી શકે તેમ નથી. કારણ કે એ વસ્તુ એના માટે શક્ય જ નથી ! વધુમાં નાસ્તિકો પણ જો એ રીતે એટલે માતાના કહેવાથી બાપને બાપ ન માને અને પોતાના નામ સાથે બાપનું નામ ન લખાવે, તો તેઓનો વ્યવહાર પણ ન જ ચાલે. એ કારણથી પ્રત્યક્ષ સિવાયના પ્રમાણને નહિ માનનાર પોતાના બાપનું નામ તો લખાવે છે. એ જ કારણે એકલા પ્રત્યક્ષને જ પ્રમાણ તરીકે માનનાર ચાર્વાકની જબાન જો તે માણસ હોય, તો વાતવાતમાં બંધ થાય તેમ છે.
1131
કાગળનો વ્યવહાર એ પણ પરોક્ષ પ્રમાણ નહિ તો બીજું શું છે ? તારમાં કે ટપાલમાં આવ્યું કે ફલાણા મરી ગયા, તો એ વાતને નાસ્તિકો પણ માને કે નહિ ? વગર કહ્યે માને, કારણ કે તે વાતને નજરે નહિ જોયેલી છતાં પણ માનવી જ પડે અને સમાધાન કરવું પડે કે સંબંધીને આવું ખોટું શું કામ લખવું પડે ? એટલે આપોઆપ જ ‘પુરુવિશ્વાસે વચનવિશ્વાસ:' આ શાસ્ત્રવચન જે માણસ હોય તેને કબૂલ કરવું જ પડે ! આથી સ્પષ્ટ છે કે એકલા પ્રત્યક્ષ પ્રમાણથી દુનિયામાં પણ જીવી શકાતું નથી. દુનિયામાં પણ અનુમાનાદિક ને શિષ્ટનાં કથનોને માન્ય રાખવાં જ પડે છે. સંસારની એક એક વસ્તુ ત૨ફ પણ જુઓ. ‘આ ચીજ પુષ્ટિને કરનારી છે' એમ પ્રત્યક્ષ પ્રમાણથી કઈ રીતે માની શકશો ? કોઈ પણ રીતે નહિ, કારણ કે એમાં પણ અનુભવીઓના કથનને જ સ્વીકારવું પડે છે !
૪૫
હવે એક રીતે વિચારીએ તો સહેલાઈથી સમજી શકાય છે કે અનુભવીઓ તો અજ્ઞાન છે, કારણ કે જે ચીજ અમુકને પુષ્ટિરૂપ નીવડે છે, તે જ ચીજ અમુકને વ્યાધિ પણ કરે છે. જે રૂપ ચારને સુખ આપે છે, તે પચાસને દુ:ખ પણ આપે છે. એક જ શબ્દ કંઈકને આનંદ આપે છે, તો કંઈકને દુ:ખદાયક પણ લાગે છે. જે રસ એકને સુખ કરે છે, તે જ રસથી અનેકને ઝાડા થઈ જાય છે. આ રીતે વિષયોમાં જેમ સુખ પ્રત્યક્ષ છે, તેમ દુ:ખ પણ પ્રત્યક્ષ છે : તો પછી વિષયો એ સુખને જ આપનાર છે, એમ ક્યાંથી માન્યું ?
આ પ્રશ્નના ઉત્તરમાં એમ પણ કહી શકાય તેમ નથી કે ઘણાને સુખ આપનાર છે માટે જ એનાથી સુખ છે ! એમ પણ માની શકાય તેવું નથી, કારણ કે મુખ્યતઃ તો એ દુઃખને જ આપનાર છે ! કારણ કે જે રૂપને જોઈ તમે આનંદ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org