________________
૪૪
– આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો - ૫ -
- 110
કે જેથી તેને છોડવા માટે શક્તિમાન થઈ શકાય.' આથી સમજી શકશો કે “પ્રભુનું શાસન શ્રીમાનને ઉદાર બનવાનો ઉપદેશ આપે છે, પણ ઉદાર થવા માટે શ્રીમાન થવાનો ઉપદેશ નથી આપતું. કારણ કે આ શાસન એ કાંઈ જેનું-તેનું સ્થાપેલું નથી કે જેથી પ્રથમ કાદવમાં હાથ નંખાવી અને તે પછી તેને ધોવાનો ઉપદેશ આપે ! વિચારીને કહો કે “લોટામાં પાણી છે તે કામમાં આવતું નથી, માટે પ્રથમ કાદવમાં હાથ નાખ એટલે હાથ ધોવા માટે આ પાણી કામમાં આવે.’ આમ કહેવું મૂર્ખતા છે કે ડહાપણ છે ? કહેવું જ પડશે કે એમ કહેવું ડહાપણ નથી પણ કોરી મૂર્ખતા જ છે. તો પછી કહો કે “ગૃહસ્થાવાસ છે માટે છે; પણ તે રાખવો જ જોઈએ અગર તેમાં રહેવું જ જોઈએ, એ તત્ત્વવેદીઓનો આદર્શ નથી જ.” વસ્તુસ્થિતિ આવી છતાં પણ દુઃખના સ્થાનરૂપ આ ગૃહસ્થાવાસમાં
જ્યારે આપત્તિઓ આવે ત્યારે વિષયાસક્ત આત્માઓ રુએ, માબાપ અને સ્નેહી સંબંધી વગેરેને યાદ કરે, ભાગ્યને ઠપકો આપે, પણ ઇરાદો તો ગૃહસ્થાવાસમાં રહેવાનો જ. આપત્તિ સમયે કદાચ દેવ, ગુરુ અને ધર્મને પણ યાદ કરે, છતાંય ભાવના તો એ જ કે આપત્તિ ટળે અને પાછું એનું એ સુખ મળે. આ સિવાય બીજી ઉત્તમ ભાવના વિષયાસક્ત આત્માઓને આવતી જ નથી. સુખનું સાધન કે દુઃખનું? સભા : ખરેખર સાહેબ ! પ્રત્યક્ષ વસ્તુ ઉપર જેટલી શ્રદ્ધા ટકી શકે છે, તેટલી
પરોક્ષ વસ્તુ ઉપર ટકી શકતી નથી! પરોક્ષ ઉપર ધ્યાન રાખ્યા સિવાય તો દુનિયાનો વ્યવહાર પણ ચાલતો નથી. અર્થાત્ - કેવળ પ્રત્યક્ષ પ્રમાણથી જીવનનિર્વાહ ટકી જ શકતો નથી. સંસારની સાધના માટે પણ પરોક્ષ એવી ઘણી ચીજોને પ્રત્યક્ષ જેવી માનીને જ કરવી પડે છે, તો પછી આત્મકલ્યાણની સાધનામાં એકલા પ્રત્યક્ષથી કેમ જ ચાલે ? ન જ ચાલે. એ જ કારણે તત્ત્વજ્ઞાની પરમર્ષિઓએ એક પ્રત્યક્ષને જ પ્રમાણ તરીકે સ્વીકારનારાઓને “નાસ્તિક” તરીકે જાહેર કર્યા છે. વધુમાં જેઓ એમ કહે છે કે “અમે તો પ્રત્યક્ષ સિવાયની એક પણ વાત ઉપર વિશ્વાસ નહિ રાખીએ” તેઓને પૂછો કે તમે તમારા બાપનું જે નામ દો છો તે પ્રત્યક્ષ જોઈને કે કોઈના કહેવાથી ? કેવળ પ્રત્યક્ષને જ માનનારા તમે લોકો સ્વયં કોઈના કથનને કેમ પ્રમાણ તરીકે માનો છો ? આથી સમજી શકાશે કે નાસ્તિકો પણ માએ એમ ઘણીવાર કહેલું કે “આ તારા બાપ' એથી જ બાપને બાપ તરીકે માને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org