________________
1129
--- ૩ઃ મહત્ત્વ પ્રત્યક્ષનું કે જ્ઞાનીના વચનનું ?- 73
-
૪૩
સામાન્ય સેવનથી મળી ગયેલી સાહ્યબીમાં લીન થઈને જો મને પણ લાત મારવાને તૈયાર થશો, તો તમે પોતે જ મળેલી સાહ્યબીને પણ ગુમાવી દઈને ભયંકરમાં ભયંકર ખાડામાં ગબડી પડશો.” આ કથનથી એ વાત સ્પષ્ટ જ થઈ જશે કે શ્રી જિનેશ્વરદેવના શાસનને પામવાની ઇચ્છાવાળાએ પણ “વિષયકષાયરૂપ આ સંસાર નથી જોઈતો પણ તેના સર્વથા નાશરૂપ મુક્તિ જ જોઈએ અને ધર્મની આરાધના પણ તે જ એક હેતુથી કરવાની છે. આ ધ્યેયને નક્કી કરવું જોઈશે. આવા અનુપમ ધ્યેયની અનિશ્ચિતતાનો જ એ પ્રતાપ છે કે આજે આવા અનુપમ ધર્મની આરાધનામાં પણ કઠિનતા લાગે છે, અને એમ થવાનું મુખ્ય કારણ વિષયનો પ્રેમરસ છે. જેટલો પ્રેમ દુનિયાદારી ઉપર છે તેટલો જ પ્રેમ જો ધર્મ ઉપર થઈ જાય, તો પછી કશી જ કમી રહે તેમ નથી.
ખરેખર તો, અશાશ્વત વસ્તુને શાશ્વત માની છે અને પારકી વસ્તુને પોતાની માની છે તથા દુઃખનાં સાધનોને સુખનાં સાધનો માન્યાં છે, તેની જ આ બધી પંચાત છે ! અન્યથા કયા મનુષ્યો એવા છે કે જેઓમાં ધર્મને આરાધવાની તાકાત જ નથી ? આજે ધર્મ નહિ કરનારા બધા નિર્બળ જ છે, એવું કાંઈ જ નથી. ધર્મ આચરવાનું બળ, તાકાત, કૌવત બધુંયે છે અને કરી શકાય તેમ પણ છે, પણ વિષયાસક્તિ એવી ગાઢ બની ગયેલી છે કે સાંસારિક પદાર્થો મેળવતાં, ભોગવતાં અને સાચવતાં અનેક તકલીફો ઉઠાવવી પડે છે, તે છતાં પણ વિષયાસક્ત આત્માઓ દુ:ખમય ગૃહસ્થાવાસને છોડવા માટે શક્તિમાન થઈ શકતા નથી.
એ વાત સાચામાં સાચી છે કે ગૃહસ્થાવાસ એ સુખનું સાધન નથી જ. એ જ કારણે સાચા તત્ત્વજ્ઞાનીઓએ ગૃહસ્થાવાસ વસવા યોગ્ય છે એમ નથી ઉપદેશ્ય. એટલું જ નહિ પણ ગૃહસ્થાવાસમાં જે ધર્મ બતાવ્યો છે, તે પણ જેઓ ગૃહસ્થાવાસને નથી છોડી શકતા તેઓ માટે જ, એટલે કે મળેલી સામગ્રી સફળ થાય તે માટે ! આથી સ્પષ્ટ છે કે ધર્મ કરવા માટે ગૃહસ્થાવાસમાં રહેવું જોઈએ એમ નથી, પણ રહ્યા છો માટે આ કરો એ ઇષ્ટ અને આવશ્યક છે.
વ્યવહારમાં પણ પારકા પાસે કાર્ય કરાવવા ઇચ્છનારાઓ ઘણી વાર “જાવ છો તો આટલું કરજો.' એમ કહે છે, પણ આટલું કરવા માટે જાવ” એમ નથી કહેતા. તેવી જ રીતે આ શાસન પણ એમ કહે છે કે “જો ગૃહસ્થાવાસને નથી જ તજી શકતા તો તેમાં રહ્યા છતાં પણ આટલું આટલું તો અવશ્ય કરવું જ જોઈએ,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org