________________
આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો ૫
સંસારમાં પ્રાયઃ એક એક સંસા૨સિક આત્માને પોતાને અનિષ્ટ એવી કેટલી પ્રવૃત્તિઓ કમને પણ આદરવી પડે છે ?' આ વિચારવાથી સંયમનો ભય આપોઆપ જ શમી જશે.
૪૨
મોક્ષમાર્ગની આરાધના માટે કરવા જોઈતા ત્યાગની સામે બૂમ મારનારાઓને પણ પૂછવું જોઈએ કે ‘દુનિયાની પણ કઈ કાર્યવાહી ત્યાગ સેવ્યા સિવાય બને છે ? ઘરબાર છોડ્યા વિના ચોવીસે કલાક ઘરમાં બેસી રહો તો કમાવ, કે કમાવા માટે ઘરબાર અમુક ટાઇમ માટે છોડો તો કમાવ ? જો છોડો તો જ કમાવ, તો પછી મુક્તિ મોજ કરવાથી શી રીતે મળી જાય ? આવી દીવા જેવી વાત પણ આજે એકદમ ગળે ઊતરતી નથી, એનું કારણ ભયંકર વિષયાસક્તિ જ છે.
1128
આજે દુનિયાદારીના તુચ્છ સ્વાર્થ માટે જે ત્યાગ સેવાય છે, તેને પણ જો દૃષ્ટાંત તરીકે લેવાય, તો જેણે મુક્તિમાં જવું હોય તેણે વૈરાગ્ય સેવ્યા સિવાય છૂટકો જ નથી, એમ બરાબર સમજાય. આથી જ હું કહું છું કે શ્રી જૈનશાસનમાં રહેવા ઇચ્છનારે, શ્રી જૈનશાસનમાં રહેવાને ઇચ્છનાર માટેની શરત સમજવી જ જોઈશે.
શ્રી જૈનશાસનમાં રહેવા ઇચ્છનાર માટેની મુખ્યમાં મુખ્ય શરત એ જ છે કે તેને વિષયકષાયરૂપ સંસાર રુચતો ન હોવો જોઈએ. આ ઉપરથી સ્પષ્ટ છે કે મુક્તિ જોઈતી હોય તેને માટે જ ખાસ કરીને આ ધર્મ છે. આથી કોઈએ એવી મૂંઝવણ ક૨વાની જરૂર નથી જ કે અરેરે ! મુક્તિ ન મળે ત્યાં સુધી આ દુઃખમય સંસારમાં અમારું થાય શું ? કારણ કે આ ધર્મ એવો તો ઉત્તમ છે કે પોતાની પૂરી આરાધના નહિ કરવાથી જે આત્મા મુક્તિ નથી પામતો, તે આત્માને જ્યાં સુધી મુક્તિપ્રાપ્તિના અભાવે સંસારમાં રહેવું પડે છે, ત્યાં સુધી તે આત્માની પૂરેપૂરી સંભાળ રાખે છે. આથી સ્પષ્ટ જ છે કે કેવળ મુક્તિના અર્થીને મુક્તિસાધક સામગ્રીના અભાવે સંસારમાં રહેવું પડે છે, તે આત્માને આ ભયંકર સંસાર પણ સતાવી શકતો નથી; કારણ કે તેવા આત્માઓને આ ધર્મનો અખંડિત ટેકો છે. આથી આપણે અલંકારિક ભાષામાં એમ કહેવા ધારીએ તો ખુશીની સાથે કહી શકીએ છીએ કે મુક્તિના જ અર્થી આત્માઓને આ ધર્મ કહે છે કે ‘તમે જો કેવળ મુક્તિની જ અભિલાષાથી મને સેવ્યે જાવ તો જ્યાં સુધી તમને મુક્તિ નહિ મળે ત્યાં સુધી હું તમારી ઘણી જ સારી રીતની સારસંભાળ રાખીશ, બાકી મારા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org