________________
૩ : મહત્ત્વ પ્રત્યક્ષનું કે જ્ઞાનીના વચનનું ?
ગૃહસ્થાવાસ શા માટે ?
સૂત્રકાર મહર્ષિ શ્રી સુધર્માસ્વામીજી મહારાજા તથા ટીકાકાર મહર્ષિ શ્રી શીલાંકસૂરિજી મહારાજા ફરમાવી ગયા કે ‘કર્મના ભારથી ભારે બનેલા આત્માઓ, પોતામાં રૂઢ થઈ ગયેલી વિષયાસક્તિના પ્રતાપે સકળદુઃખના સ્થાનરૂપ ગૃહસ્થાવાસમાં એવા લીન થઈ જાય છે કે તેઓ વિષયાસક્તિના પ્રતાપે શારીરિક અને માનસિક અનેક પ્રકારનાં દુઃખોને અનુભવે તે છતાંય, રાજા આદિના ઉપદ્રવોને સહન કરે તે છતાંય, અગ્નિદાહ વગેરેથી પોતાનું સર્વસ્વ નાશ પામી જાય તે છતાંય અને જુદા જુદા પ્રકારનાં નિમિત્તોથી હેરાન હેરાન થાય તે છતાંય તથા વધુમાં ‘આ ગૃહસ્થાવાસ સકળ દુઃખના સ્થાનરૂપ છે' એમ અનુભવવા છતાંય, તે દુ:ખમય ગૃહસ્થાવાસને છોડવા શક્તિમાન થઈ શકતા નથી.
જેનાં મૂળ ઘણાં જ ઊંડાં પહોંચેલાં હોય છે, તેવાં વૃક્ષોને સહેલાઈથી જેમ ઉખેડી શકાતાં નથી, તેમ જ તે આત્માઓ સહેલાઈથી દુ:ખમય ગૃહસ્થાવાસને તજી શકતા નથી.' વિષયાસક્તિ કેટલી બળવાન છે, તે સમજવા માટે આ દૃષ્ટાંત ઘણું જ સુંદર છે. એ સ્થળે ‘શક્તિ જડની વધારે કે ચેતનની વધારે ?’ આ પ્રશ્ન જરૂર ઉપસ્થિત થાય : પણ તેને શાંત કરી દેવા માટે ઉત્તર ઘણો જ સહેલો છે, અને તે એ જ કે આત્મા જાગૃત થાય તો ચેતનની શક્તિ વધારે અને ઊંઘતો રહે તો જડની શક્તિ વધારે ! કારણ કે ચૈતન્ય જ્યાં સુધી મોહની નિદ્રામાં દબાયેલું છે, ત્યાં સુધી તે કાંઈ જ કામ આપી શકતું નથી અને જેનું ચૈતન્ય ખીલી ઊઠ્યું છે તે તો સહજમાં સમજી શકે છે કે ‘ધર્મ કઠિન નથી, પણ ધર્મ ક૨વો એ તો સહેલામાં સહેલી વસ્તુ છે.' ધર્મ કરવાથી પહેલું સુખ તો એ જ થાય છે કે સદાને સળગી રહેલો સંસારનો ત્રિવિધ તાપ એટલે આધિ, વ્યાધિ અને ઉપાધિ એ આપોઆપ જ ટળી જાય છે. અને એથી જ ધર્મીને દુઃખ નથી તથા સંયમી સૌથી વધુ સુખી છે. સંયમ પરિણામ પામી ગયા પછી તે સુખ જ બેઠું છે. આ રીતે અનુપમ સુખની પ્રાપ્તિમાં સાચા કોલ સમા સંયમથી ગભરાતાઓએ શાંત ચિત્તે અને ગંભી૨૫ણે તથા ખોટી ખુમારીનો ત્યાગ કરીને વિચારવું જોઈએ કે ‘આ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org