________________
૩ઃ મહત્ત્વ પ્રત્યક્ષનું કે જ્ઞાનીના વચનનું?
73
• ગૃહસ્થાવાસ શા માટે ? • સુખનું સાધન કે દુઃખનું ? • વસ્તુ એક, પણ એકને મોહ ને બીજાને વૈરાગ્ય ? • સ્વ-પર કલ્યાણ ક્યારે ?
• કલિકાલની સ્તુતિ : • સમ્યગ્દષ્ટિની ઉત્તમતા : • મુક્તિદાયક દાન ક્યું ?
વિષયઃ અપ્રત્યક્ષ પ્રમાણે જ માનવું જોખમભર્યું. પરોક્ષ પ્રમાણની અનિવાર્યતા.
ગૃહસ્થાવાસ અને ગૃહસ્થાવાસમાં રહીને પણ કરાતો દેશવિરતિ ધર્મ આનો તફાવત દર્શાવ્યા બાદ સુખનું સાચું સાધન કર્યું ? એ વિષયની ચર્ચા વખતે માત્ર પ્રત્યક્ષ પ્રમાણને માનનારાની યુક્તિઓનું મુદ્દાસર ખંડન કરી પરોક્ષ પ્રમાણની પણ અનિવાર્ય આવશ્યકતા પુરવાર કરી આપી છે. વ્યક્તિના આશય-ભાવના પરિવર્તને એક જ ક્રિયા વિભિન્ન ફળવાળી બની જાય છે, એ વાતનો સહારો કરી અનેક યુક્તિઓ અને વ્યવહારુ દાખલાઓ આપી વસ્તુતત્ત્વની પુષ્ટિ કરી છે. કેટલીક કંડિકાઓ તો સુવર્ણાક્ષરે લખાય એવી છે. દા.ત. ‘તમારો ધર્મ, તમારી ક્રિયા એવી હોય કે અધર્મીને ઘેર પણ મીઠાશ મોકલે.' સાધ્યને મેળવી આપતા સાધનની પણ પૂજ્યતા આદરણીયતા કાળની કલિકાલ સર્વજ્ઞશ્રીએ કરેલ સ્તુતિના માધ્યમથી વર્ણવી છે.
મુવાક્યાતૃત
• આત્મા જાગૃત થાય તો ચેતનની શક્તિ વધારે અને ઊંઘતો રહે તો જડની શક્તિ વધારે. • પ્રભુનું શાસન શ્રીમાનને ઉદાર બનવાનો ઉપદેશ આપે છે, પણ ઉદાર થવા માટે શ્રીમાન થવાનો
ઉપદેશ નથી આપતું. • અમુકને આનંદ આપે છે, તે અનેકને દુઃખ આપનાર થઈ પડે છે. • તે જ ચીજ સારી કહેવાય કે જે ગમે તેવા સમયમાં પણ શાંતિ આપવાનો ગુણ ધરાવતી હોય. પુણ્યના યોગે કદાચ બાહ્ય પદાર્થો મળી જાય અને વૈરાગ્ય ન આવે તો તે પદાર્થોને ભોગવતાં તો
અવશ્ય વિરાગી રહેવું જોઈએ. • સંયમ ન લેવાય ત્યાં સુધી પણ પોતાની પાસે જે કાંઈ હોય એનો ઉદારપૂર્વક ત્યાગ તો કરવા માંડવો
કે જેથી ભવિષ્યમાં સંયમ પણ દોડતું આવશે. સાચી સમજણવાળો આત્મા ભોગમાં ફસાયેલો છતાં પણ વૈરાગ્યથી દૂર નથી થતો, એટલું જ નહિ પણ ભોગના સ્થાનમાં તે પોતાની ભાવનાને સાચવી રાખે છે. તમારો ધર્મ, તમારી ક્રિયા, એવી હોય કે અધર્મીને ઘેર પણ મીઠાશ મોકલે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org