________________
૧૬૪
- આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો - ૫
-
1250
છે કે “મારે તો મોક્ષ પણ ન જોઈએ. ભક્તિ જોઈએ. કારણ કે ભક્તિ આવી પછી મોક્ષ જાય ક્યાં ? માગ્યા વિના આવે એવી ચીજ માગો. એકલી લબ્ધિ માગી અને માનો કે મળી, તો ઊંધી પણ પરિણમે. પણ ભક્તિ ઊંધી ન જ પરિણમે. ભક્તિના યોગે મળેલી લબ્ધિ આત્માને મૂંઝવે નહિ. શ્રી ઉપાધ્યાયજી મહારાજા તો કહે છે કે ભક્તિ આવી એટલે મુક્તિ આવી જ સમજો. ભક્તિ એ મુક્તિની દૂતી છે. રાજા પાસે જવું હોય તો ચોપદારને વશ કરવો જોઈએ. ચોપદાર નારાજ હોય તો રાજાની મહેરબાની રાજા પાસે પડી રહે. ચોપદાર અંદર પગ જ ન મૂકવા દે, ત્યાં રાજાની મહેરબાની પણ શા કામની ? ચોપદાર રીઝે તો કવખતે પણ રાજા પાસે લઈ જાય. એ પોતે રાજાને સમજાવીને આપણને અંદર લઈ જવાનો હુકમ મેળવી આવે અને લઈ જાય. તો કહો કે લબ્ધિને બદલે ગુરુભક્તિની માગણી લખો તો વાંધો છે ? શ્રી અભયકુમારની બુદ્ધિ તો માગો છો, પણ કોરી બુદ્ધિ તો મારી નાખે. આજના અનર્થો કોરી બુદ્ધિથી થાય છે. માટે એ પુણ્યાત્માની ધર્મબુદ્ધિ માગો. સભા: અમારા ચોપડાના હેતુ જુદા અને આપ કહો છો એ માગણીના હેતુ જુદા છે
એનું શું થાય ? જો કે જૈન તરીકે તમારા હેતુ જુદા ન હોવા જોઈએ, છતાં પણ ભલે તમારા હેતુ જુદા હોય, એ હેતુમાં પણ આપણું ધ્યેય નજર રાખવા આ લખવું જોઈએ. મંદિર ઉપાશ્રયમાં ‘નિસહી' કહી પ્રવેશીએ, તેમ બધે આપણી પ્રવૃત્તિમાં ધ્યેય સામે રાખો. ચોપડામાં આ ધ્યેય લખાય, એ પહેલું પાનું વંચાય, પછી કદી પણ એ ચોપડામાં સોના સવાસો લખવાની ભાવના નહિ થાય ! જે ત્યાગનું ધ્યેય રાખે તે અનીતિ કેમ જ કરે ? અનીતિ પણ નહિ થાય અને નીતિવાળી પ્રવૃત્તિમાં પણ મર્યાદા બંધાશે. સામે રહેલા શુદ્ધ ધ્યેયથી સ્થિતિમાં પરિવર્તન જરૂર થાય છે. એ સંબંધમાં એક લોકમાં સંભળાતું દૃષ્ટાંત અહીં ઉપયોગી થઈ શકે એવું છે :એક લૌકિક દાંત :
એક દરિદ્ર બ્રાહ્મણ હતો. એને કાંઈ આવડતું નહોતું.બચ્ચાં ઘણાં હતાં અને બધાં ભૂખથી હેરાન થતાં હતાં. તેની સ્ત્રી હોશિયાર હતી, પણ એનાથી બહાર જવાય નહિ. એ સ્ત્રીએ એક કાગળમાં ચાર વાક્ય લખી આપી, એ કાગળ બંધ કરી, પોતાના ધણીને આપ્યો તથા મૂઠીમાં રાખીને કોઈને પણ કિંમત મળ્યા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org