________________
૯ : દિવાળીની દેશના અને માગણી - 79
૧૩૩
શ્રી જિનેશ્વરદેવનું શાસન પામ્યા પછી મદારીના માંકડાની જેમ આત્મા સંસારમાં કેમ જ નાચે ? રોજ આ વિચારો ! શ્રી જૈનશાસન પામ્યા પછી દુનિયાનું સ્વરૂપ ન સમજાય, જે રીતનું છે તે રીતનું, તે જાતનું ધ્યાનમાં ન આવે, તો આપણે પામ્યા શું ? શાસન પામ્યાનો સાર શો ? શ્રી જિનેશ્વરદેવનું શાસન પામેલા આત્માને દુનિયાના પદાર્થો આ રીતે કેમ જ મૂંઝવે ? જડ પદાર્થો આત્માને કેમ જ ઢસડે ? મિથ્યાત્વ હતું ત્યાં સુધી તો અજ્ઞાન હતા, સંસારના સ્વરૂપનો ખ્યાલ નહોતો એમ કહીએ તો ચાલે, પણ હવે શું કહીએ ? સમ્યગ્દષ્ટિ આત્મા શું કહે ? આર્ય દેશ મળ્યો, ઉત્તમ કુળ મળ્યું, ભગવાન શ્રી મહાવીરદેવનું શાસન મળ્યું, છતાં દુનિયાના પદાર્થો જો આપણને ગાંડાઘેલા કરે, એ પદાર્થોનાં સરવૈયાં કાઢીએ અને આત્માના સરવૈયાની વાત ન કરીએ, તો આપણને પ્રાપ્તિ શી થઈ ? જે માગણીથી સમ્યક્ત્વ મલિન થાય, તે કેમ જ મગાય ?
1249
ભક્તિ એ મુક્તિની દૂતી :
ભગવાન શ્રી ગૌતમસ્વામીજીની લબ્ધિ માગો છો, પણ એ લબ્ધિ આવી ચાંથી ? ગુરુભક્તિ ન હોત તો એ લબ્ધિ ક્યાંથી આવત ? ભક્તિ વિના એવી લબ્ધિ કેમ મળે ? માટે એ તા૨કની ગુરુભક્તિ માગો ! કયવજ્ઞા શેઠનો સદાચાર માગો ! શ્રી અભયકુમારની ધર્મબુદ્ધિ માગો. યાદ રાખો, ફરી ફરીને સંભારું છું. આજે તમારી માગણીનો દિવસ છે, માટે શું માગવું તે સમજાવું છું. ‘શ્રી બાહુબલીજીનું વિવેકવાળું બળ માગો !' - એ શબ્દોનો ભાવ સમજવા માટે ટિપ્પણ કરવું હોય તો કરજો ! શ્રી ધનાશાલિભદ્રનાં દાન તથા સંયમ માગીને ટિપ્પણ કરાય કે દાન ન હોત તો ઋદ્ધિ ન હોત અને ત્યાગ-સંયમ ન હોત તો ઋદ્ધિ સફળ ન થાત. એક પાનું વધે એની ફિકર નહિ. જમા-ઉધાર કરવામાં એક પાનું ઓછું થાય, એમાં વાંધો શો ? કયવન્ના શેઠનું સૌભાગ્ય ગમે તેટલું સારું પણ સદાચાર ન હોત તો એ સૌભાગ્યની કિંમત શી હતી ? રૂપ એ કલ્પતરુ છે, પણ સદાચાર હોય તો ! સદાચાર વિનાનું રૂપ ફિટકારને પાત્ર છે ! વેશ્યાના સૌંદર્ય તરફ દષ્ટિ કે તેની પ્રશંસા સજ્જન ન કરે. સૌંદર્ય મજેનું, પણ વેશ્યાનું સૌંદર્ય સજ્જનો માટે સામે જોવા જેવું પણ નહિ !
ભગવાન શ્રી ગૌતમસ્વામીજીની લબ્ધિ માગવા કરતાં ગુરુભક્તિ માગવી ખોટી શી, કે જેથી લબ્ધિ આપોઆપ આવે ? શ્રી ઉપાધ્યાયજી મહારાજા તો કહે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org