________________
૨૫૮ –
– આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો - ૫
- 1w
જણાય છે; આવા આત્માઓ દેવને, ગુરુને અને ધર્મને તથા શાસ્ત્રોનું માનવાનો ખુલ્લો ઇન્કાર ન પણ કરે પરંતુ એ બધીયે વસ્તુઓ પોતાની વિષયાસક્તિને પુષ્ટ કરવામાં ઉપયોગી કેવી રીતે થાય એનો જ તેઓ રાત્રિદિવસ વિચાર કર્યા કરે છે અને એની જ યોજનાઓ ઘડ્યા કરે છે; એમ છતાં પણ જો એ બધી વસ્તુઓ પોતાની એ વિષયાસકિતને, વિષયાસક્તિની સફળતા માટે અતિશય આવશ્યક ભારે આરંભશીલતા અને અપરિમિત પરિગ્રહશીલતાને પોષણ કે અનુમોદન ન આપતી હોય તો એ સઘળી વસ્તુઓ સામે કારમો બળવો જગાડવાનું તેઓને કર્તવ્યરૂપ લાગે છે. આવા આત્માઓ નરકગામી અને બહુલકંસારી બને એમાં આશ્ચર્ય પણ શું ?
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org