________________
1343
૧૫ : નરકની દારુણ વેદનાઓ : -
85
ઃ
ઉત્પન્ન થયેલા માંસને ખવડાવે છે : મધુની લોલુપતાના પ્રતાપે નરકમાં ઉત્પન્ન થયેલાઓને મધુની લોલુપતાનું ખૂબ ખૂબ કથન કરીને તપાવેલા ત્રપાથી શિક્ષા કરે છે.’
આ રીતે – ‘ભ્રાષ્ટ, કન્તુ, મહાશૂલ અને કુંભીપાક આદિની વેદનાઓનો અવિશ્રાંતપણે અનુભવ કરાવે અને ભાટમની માફક તેઓને ભુંજે છે.’ અને – ‘પહેલાં જેઓનું શરીર છિન્નભિન્ન ગયું છે અને તે પછી જેઓનું શરીર આખું થઈ ગયું છે; એવા તે નારકી જીવોનાં નેત્ર આદિ જે અંગો તેને બક અને કંક આદિ પક્ષીઓ ખેંચી કાઢે છે.’
આ પ્રમાણે – ‘મહાદુ:ખોથી હણાઈ ગયેલા અને સુખનાં એક અંશથી પણ રહિત એવા તે બિચારાઓ, બહુ કાલ એટલે તેત્રીસ સાગરોપમ જેટલા દીર્ઘકાલને નરકગતિમાં પસાર કરે છે.’
Jain Education International
અતિ આસક્તિનું પરિણામ :
આ વર્ણન ઉપરથી તમે સમજી શકશો કે ‘નરકમાં પડેલા જીવોને ક્ષેત્રની પીડા અને પરસ્પરના યુદ્ધથી ઉત્પન્ન થતી પીડા એના કરતાં પરમાધાર્મિક અસુરો દ્વારા થતી પીડા પણ કાંઈ સામાન્ય નથી હોતી.’
૨૫૭
ગાઢ વિષયાસક્તિમાં પડેલા આત્માઓએ આ વસ્તુ બહુ જ વિચારવા જેવી છે. ગાઢ વિષયાસક્તિના પ્રતાપે આત્મા આત્મભાન ભૂલી જાય છે અને અતિશય અસંતોષી બને છે. પોતાના એ અપરિમિત અસંતોષને સંતોષવા માટે એ આત્માઓ પછી પાપ કરતાં પાછું વાળીને જોતા જ નથી. ગાઢ આસક્તિના પ્રતાપે આત્મભાન ભૂલીને અસંતોષી બનેલા આત્માઓ અભક્ષ્યના ભક્ષણમાં, અપેયના પાનમાં, અગમ્યગમનમાં અને અનાચરણીય આચરણાઓમાં નિરંકુશપણે વર્તે છે. એ નિરંકુશ વર્તનની આડે આવનારા સઘળા જ તેઓને મન પોતાના દુશ્મન લાગે છે અને જે કોઈ એ નિરંકુશ વર્તનને પોષનારા હોય, ખીલવનારા હોય અને ‘ઇચ્છા મુજબ વર્તો’ એમ કહીને ઉત્તેજન આપનારા હોય, તેઓ જ તેમને મન મિત્ર સમા ભાસે છે. એના પરિણામે સાચી આસ્તિકતા ભાગવા માંડે છે અને નાસ્તિકતા છૂપી રીતે સ્થાન પામે છે. એ છૂપી નાસ્તિકતાના પ્રતાપે તેઓને મુક્તિ તો હંબગ જ ભાસે છે, પુણ્ય-પાપના વિચારો કાલ્પનિક લાગે છે, આત્માના અસ્તિત્વમાં પણ આશંકાઓ ઉદ્ભવે છે, એટલે પરલોકની કથાઓ તો એમને મન કોરાં ગપ્પાં જ
For Private & Personal Use Only
www.jainelibrary.org