________________
૨૫૬.
– આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો - ૫ –
–
12
छायाभिकाक्षिणः क्षिप्र-मसिपत्रवनं गताः । पत्रशस्त्रैः पतद्भिस्ते, छिद्यन्ते तिलशोऽसकृत् ।।५।। आश्लेष्यन्ते च शाल्मल्यो, वज्रकण्टकसङ्कटाः । तप्तायःपुत्रिका: क्वापि, स्मारितान्यवधुरतम् ।।६।। संस्मार्य मांसलोलत्व-नाश्यन्ते मांसमङ्गजम् । प्रख्याप्य मधुलौल्यं च, पाप्यन्ते तापितं त्रपु ।।७।। भाष्ट्रकन्दुमहाशूल-कुम्भीपाकादिवेदनाः । अश्रान्तमनुभाव्यन्ते, भृज्यन्ते च भटित्रवत् ।।८।। छिन्नभिन्नशरीराणां, पुनर्मिलितवर्षणाम् । नेत्राद्यड्गानि कृष्यन्ते, बककङ्कादिपक्षिभिः ।।९।। एवं महादुःखहताः, सुखांशेनापि वर्जिताः ।
गमयन्ति बहुकाल-मात्रयस्त्रिंशसागरम् ।।१०॥" “પરમાધાર્મિક અસુરો, ઘટીયંત્રોમાં ઉત્પન્ન થયેલા નારકીઓને લઘુદ્વારથી બળાત્કારે જેમ સીસાની સળીઓને ખેંચી નાખે તેમ ખેંચી નાખે છે.” તે પછી પણ - “ધોબી લોકો જેમ વસ્ત્રોને શિલાપૃષ્ઠ ઉપર અફાળે છે તેમ તે અસુરો, તે બિચારાઓને હાથ અને પગ આદિથી પકડીને વજકંટકોથી વ્યાખ એવા સ્થળ ઉપર અફાળે છે : કોઈ વખત કરપીણ કરવતોથી જેમ કાષ્ટોને ફાડી નાખે તેમ તે બિચારાઓને ફાડી નાખે છે ? વળી કોઈ વખત વિચિત્ર પ્રકારનાં યંત્રો દ્વારા જેમ તલને પીસી નાખે તેમ તે બિચારાઓને પીસી નાખે છે : પીપાસા એટલે તૃષા, તેનાથી પીડાતા તે ગરીબડાઓને તપાવેલા ત્રપુ અને સીસાને વહન કરનારી વેતરણી' નામની નદીમાં ઉતારે છે.' વળી-“તાપથી ગભરાઈને છાયા મેળવવાની અભિલાષાથી તે બિચારાઓ એકદમ અસિપત્ર વનમાં દોડી જાય છે, પણ ત્યાં પડતાં પત્રરૂપ શસ્ત્રો દ્વારા તે બિચારાઓના અનેક વાર તલ તલ જેટલા ટુકડા થઈ જાય છે.' વધુમાં – ‘તે અસુરો, પરસ્ત્રીલંપટતાના પ્રતાપે નરકમાં ઉત્પન્ન થયેલાઓને પરસ્ત્રીગમનને યાદ કરાવી કરાવીને વજકંટકોથી વ્યાપ્ત એવી શાલ્મલીઓ સાથે આલિંગન કરાવે છે અને કોઈ સ્થળે તપાવેલી લોઢાની પૂતળીઓ સાથે આલિંગન કરાવે છે ? માંસલોલુપતાના પ્રતાપે નરકમાં ઉત્પન્ન થયેલાઓને માંસલોલુપતાનું સ્મરણ કરાવીને તેમના પોતાના જ અંગથી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org