________________
૧૬ : નરકનો જાતઅનુભવ વર્ણવતા મૃગાપુત્ર ઃ | 86
નરકનું આયુષ્ય બાંધે કોણ? • નરકના હેતુઓ :
• નીચતમ નરકગતિમાં પડેલા નારકીઓની
દુર્દશાનું દિગ્દર્શન : • શ્રી મૃગાપુત્રજીએ કરેલું નકદુઃખોનું વર્ણન : • ડરવું શાથી ?
વિષયઃ શ્રી મૃગાપુત્રે પિતાને વર્ણવેલી નરકવેદનાની અનુભવ કથા અને
નરકગતિનાં કારણો.
નરકગતિનાં દુઃખોનું ટીકાકાર તેમજ યોગશાસ્ત્રાકાર મહર્ષિના શબ્દોમાં વર્ણન કર્યા બાદ એ જ વાતને પુષ્ટ કરવા માટે શ્રી મૃગાપુત્રે જાતિસ્મરણ જ્ઞાનથી પૂર્વમાં પોતે નરકાદિ ગતિઓમાં જે વિટંબના ભોગવેલી તેનું વર્ણન પ્રાકૃત ગાથાઓના આધારે કરેલ છે. જે એવું તો સાક્ષાત્ અને હૃદયદ્રાવક છે કે, જેને વાંચીને કોઈ પણ સહૃદય આત્મા જરૂર કંપી ઉઠે. આ બધી વાતોનું વર્ણન કર્યા બાદ ઉપસંહાર રૂપે પ્રવચનકારશ્રીજીએ સૌને – દુઃખથી નહિ પણ દુઃખના અનન્ય કારણરૂપ પાપથી ડરવાની સલાહ આપી છે.
મુવાવાઝુd • વિવેકી આત્માઓએ દુઃખથી ડરવું એ હિતકર નથી, પણ દુઃખના હેતુઓથી ડરવું એ હિતકર છે:
કારણ કે દુઃખથી ડરવામાં દુઃખ દૂર નથી થતું પણ દુઃખના હેતુથી ડરવામાં જ દુઃખ દૂર થાય છે. • દુઃખથી ડરનારો દુઃખથી ભાગવા ઇચ્છે છે, ત્યારે દુઃખના હેતુઓથી ડરનારો પાપથી ભાગવા
ઇચ્છે છે. • દુઃખથી ભાગનારો દુઃખથી ન બચે પણ પાપથી ભાગનારો અવશ્ય દુઃખથી બચે. • નરકગતિને માનવાનો દાવો કરવો અને નરકનાં દુઃખો સાંભળીને કંપી ઊઠવું, તે છતાં પણ તેમાં લઈ જનારાં પાપોથી સહેજ પણ નહિ ડરવું એ કાંઈ સાચી આસ્તિકતા નથી : એટલું જ નહિ પણ એક જાતનો દંભ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org