________________
૧૬ : નરકનો જાતઅનુભવ વર્ણવતા મૃગાપુત્ર :
નીચતમ નરક ગતિમાં પડેલા નારકીઓની દુર્દશાનું-દિગ્દર્શન :
સૂત્રકાર પરમર્ષિ શ્રી સુધર્માસ્વામીજીના આશયને સ્પષ્ટ કરવા માટે ટીકાકાર મહર્ષિ શ્રી શીલાંકસૂરિજી મહારાજા, ચારે ગતિની યોનિ આદિનું વર્ણન કરવા ઇચ્છે છે એમ આપણે જોઈ આવ્યા. ચારે- ગતિની યોનિ આદિનું વર્ણન ક૨વા ઇચ્છતા ટીકાકાર પરમર્ષિએ, નરકગતિની યોનિ આદિનું વર્ણન કર્યું અને હવે તિર્યંચગતિ આદિની યોનિ આદિનું વર્ણન કરતાં એ ૫૨મર્ષિ શું શું ફ૨માવે છે એ જોવા પૂર્વે આપણે ચરમશ૨ી૨ી શ્રી મૃગાપુત્રજી, નરકનાં દુ:ખો પોતે કેવાં કેવાં સહ્યાં છે એનું વર્ણન કરતાં શું કહે છે તે જોઈએ -
શ્રી મૃગાપુત્રજીએ કરેલું નરકદુઃખોનું વર્ણન :
ચરમશરી૨ી શ્રી મૃગાપુત્રજીને મુનિવરનાં દર્શનથી જાતિસ્મરણજ્ઞાન ઉત્પન્ન થાય છે. એ જ્ઞાનના પ્રતાપે શ્રી મૃગાપુત્રજીએ પોતાની પૂર્વજાતિ જાણી અને પૂર્વે જે શ્રમણપણું પાળ્યું હતું તે પણ જાણ્યું : એ કારણે વિષયોથી રાગ નહિ પામતાં અને સંયમમાં રાગ પામતા શ્રી મૃગાપુત્રજીએ, પોતાનાં માતા-પિતા સામે સંયમ લેવાની અનુમતિ માગી. સંયમ માટે અનુમતિ માગતાં શ્રી મૃગાપુત્રજી પ્રત્યે સંયમની દુષ્કરતાનું દર્શન કરાવી માતાપિતાએ કહ્યું કે -
“હે પુત્ર ! તું સુખ માટે યોગ્ય છો, તું સુકુમાર છો અને તું સ્નાન તથા અલંકારો આદિથી અલંકૃત રહેનારો છે માટે તું સંયમના પાલન માટે અસમર્થ છો.”
માતા-પિતાના એ કથનનો જવાબ આપતાં શ્રી મૃગાપુત્રજીએ, પોતે પૂર્વે વેદેલી અનેક પ્રકારની વેદનાઓનું વર્ણન કરતાં નરકગતિમાં વેદેલી વેદનાઓનું પણ વર્ણન કર્યું છે : તેમાંની શીતવેદના અને ઉષ્ણવેદનાનું વર્ણન તો આપણે જોઈ જ ગયા છીએ : તે સિવાયની વેદનાઓનું વર્ણન કરતાં પણ શ્રી મૃગાપુત્રજી, પોતાનાં માતા-પિતાને કહે છે કે :
“વંતો નું મીસુ, ગડ્ડપાયો ગોસિરો । हुआसणें जलणम्मि, पक्कपुव्वो अनंतसो । । १ । ।
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org