________________
૨ ૨ ૨
– આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો - ૫
–
1308
અમુકો દ્વારા એ રીતે વર્તાય છે એથી જ વિગ્રહ છે. અપવાદ પણ મૂળ માર્ગની રક્ષા માટે છે પણ નાશ માટે નથી. ઉત્સર્ગ તથા અપવાદની વાતને પણ રીતસર આજે સામાન્ય જનતા સમજતી નથી; છતાં માત્ર કોઈ બોલાવે તે રીતે બોલે છે. વિધિમાં અપવાદ હોય એને આજના અજ્ઞાનીઓ અનાચરણીય અપવાદ તરીકે ઓળખાવવાનું સાહસ કરે છે. અમુક ક્રિયા વધુ પ્રમાણમાં ન થાય તો ઓછા પ્રમાણમાં બતાવી એને અનાચરણીય અપવાદ કહે છે, અર્થાત્ વિધિભેદમાં અનાચરણીય અપવાદનો ગોટાળો કરે છે. સમ્યગ્દષ્ટિ શ્રાવક સામાયિકમાં બેઠો હોય તે વખતે પોતાનો છોકરો છેલ્લી ઘડીએ હોય, તો એ શ્રાવક એને નિર્ધામણા કરાવે પણ બીજી કોઈ સાવઘ પ્રવૃત્તિ ઓછી જ કરે ? “કર્મની ગતિ વિચિત્ર છે, આયુષ્ય ચંચલ છે, સમાધિ રાખીને શ્રી જિનેશ્વરદેવનું શરણ લે.” આ બધું જરૂર કહે પણ જેમ તેમ ઓછું જ વર્તે ? વિધિ અને મર્યાદાનો ભંગ કરે તો એ સામાયિક સામાયિક શી રીતે રહે ? કોઈ જ્ઞાનીએ અમુક પ્રસંગે અમુક ક્રિયા કરી હોય તો એ તે તારકોને ખાતે રાખી મૂકો પણ તમારા ખાતે ન ચડાવો; નહિ તો એ તો તરી ગયા અને તમે તો પડવાના. એ તો એવી તાકાત ધરાવતા હતા કે જેથી એ સાધી ગયા પણ જેઓ વસ્તુ વગરના હોય તેઓનું શું થાય ? આજની વિલક્ષણ દશા :
શાસ્ત્રમાં વિકથાનો નિષેધ છે. રાજકથા, દેશકથા, સ્ત્રીકથા અને ભોજનકથા એ ચારે વિકથાનો નિષેધ. સાધુ, સાધ્વી, શ્રાવક તથા શ્રાવિકા એ ચારે માટે એ પાપરૂપ હોઈ વિર્ય છે; પણ જ્યાં રસ લાગ્યો ત્યાં આજે એમાં જ ઉદય મનાય છે. એ કથા માટે, એ કારવાઈ માટે આજે ધર્મને ગૌણ બનાવાય છે. સમયધર્મ ફૂટી નીકળ્યો છે તે આ. ધર્મ તો પોતાના આત્માની જ પંચાતમાં રહે, એ વળી પારકી પંચાતમાં પડી પોતાનું સર્વસ્વ ઓછું જ ગુમાવે ? શાસ્ત્ર પ્રથમથી જ પ્રતિબંધ મૂકયો કે એ પાપકથા છે. શાસ્ત્રવિહિત કલ્યાણની ભાવનાથી થાય ત્યાં કંઈ કહેવાપણું રહેતું નથી અને સ્વાર્થીપણે થતી ક્રિયામાં નિઃસ્વાર્થ ભાવના દેખાડવી એ તો દંભ જ છે. પૂર્વના ત્યાગીઓ ધર્મ આગળ સર્વસ્વ તજવાનું કહેતા અને તજતા; ત્યારે આજના કહેવાતા ત્યાગીઓ અન્ય વસ્તુઓ માટે ધર્મને તજવાનું કહે છે ! સ્વપરના હિતૈષીઓ દેશ ખાતર પોતે રાજ્યસુખ વગેરે છોડતા પણ ધર્મ ખાતર દેશની પણ પરવા કરતા નહિ; ત્યારે આજની કંઈ દશા જ જુદી છે !
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org