________________
1307 – ૧૨ ઃ ચાર ગતિમય સંસાર અને તેનો નિર્વેદ – 82 – ૨૨૧ સાહિત્યમાંથી નહિ નીકળે, મહાવ્રતોને વેગળાં કરીને અને પ્રતિજ્ઞાનો ભંગ કરીને પારકાનો ઉપકાર કરવાનું શ્રી જૈનદર્શનમાં છે જ નહિ, જો એમ હોત તો ભગવાન, સંગમને રૂલવા દેત જ નહિ. પોતે ચલાયમાન ન થયા એ જ સંગમને રૂલવાનું કારણ હતું તો પોતે ચલાયમાન થાત પણ એવો ઉપકાર કરવાનું જૈનદર્શનમાં વિહિત નથી. જે જે મહાપુરુષોએ જે જે ક્રિયા કરી તેનો હેતુ તપાસો, એ ક્રિયા આરંભ સમારંભવાળી કે એ વગરની તે તપાસો, પરિણામે સાવદ્ય કે નિરવદ્ય ક્રિયા હતી તે તથા પરિણામ શાસ્ત્રાનુકૂલ હતાં કે શાસ્ત્ર-પ્રતિકૂલ તે તપાસો.બાકી કોઈ આત્મા ગમે તે કરાવવા માગે એ કરવાનું વિધાન નથી; એ જ કારણે ચળાવવા આવેલ સંગમને પાપ કરતો અટકાવવા માટે ભગવાને ચળવું જોઈતું હતું એમ કોઈ કહે એ ન જ ચાલે, કારણ કે જો એવો નિયમ કરવામાં આવે તો તો કોઈ પણ મહાત્મા મુક્તિમાં જાય જ નહિ. વળી સાચી દ્રવ્યદયા એ ભાવદયાની પોષક હોવી જોઈએ; એ જ કારણે જે દ્રવ્યદયાથી ભાવદયાનો નાશ જ થઈ જાય એ દ્રવ્યદયા જ નથી. શ્રી જૈનશાસનની મર્યાદા :
શ્રી જૈનશાસનમાં ઉપકાર વિહિત છે પણ પોતાનું ગુમાવીને ઉપકાર કરવાની વિધિ નથી. વળી એ પણ વિચારો કે મુનિ, દેશવિરતિ તથા સમ્યગ્દષ્ટિ માટે વિધાનો જુદાં જુદાં કેમ ? કહેવું જ પડશે કે એ મર્યાદા છે; એથી કોઈથી પણ ઇચ્છા મુજબ વર્તી શકાય નહિ. શ્રી જિનેશ્વરદેવ ગુરુ ન કરે એથી કોઈ બીજા ન કરે તો ? ગુરુ વગરના શ્રી જિનેશ્વરદેવ પોતે બીજાના ગુરુ બની શકે છે, પણ બીજા બની શકે નહિ. આ મર્યાદા છે, સર્વવિરતિ, દેશવિરતિ તથા સમ્યગ્દષ્ટિ માટે પણ મર્યાદા જુદી છે, સમ્યગ્દષ્ટિએ સર્વસાવદ્ય યોગ તજ્યા નથી છતાં ત્યાજ્ય માને. દેશવિરતિ અંશે ત્યાગ કરે છે, બધુ ત્યાગ નથી કરી શકતા પણ જે નથી તજી શકાતું તેને માને તો ત્યાજ્ય જ. સર્વવિરતિને સર્વ સાવદ્ય યોગનો ત્યાગ છે. મુનિને પણ અનુપયોગે સાવદ્યયોગ થાય તો અતિચાર અને “એમાં વાંધો નહિ' – એમ કહે તો વિરાધક ભાવ જાણવો. વનસ્પતિનો સંઘો અનુપયોગ થાય તો અતિચાર, અને “એમાં વાંધો શો ?” એમ કહે તો એ વિરાધક ભાવ. શ્રાવક વનસ્પતિને લાવે છે, કાપે છે, શેકે છે, ખાય છે, ત્યાં સુધી વ્રતભંગ નથી થતો પણ એમાં એ પાપ તો માને છે, પણ “એમાં પાપ શું ?” એમ કહે તો એ પણ વિરાધક સમજવો. દરેક ક્રિયામાં શાસ્ત્ર મર્યાદા બાંધી છે.
સ્યાદ્વાદ, અનેકાંતવાદ અને અપેક્ષાવાદના નામે ગમે તેમ ન વર્તાય, આજે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org