________________
૨ ૨૦
– આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો - ૫
- 108
“નૃવ રેવ યુ, ત્વમેવ : પુરુષેધ્વસિ | न चाल्यसे पौरुषा-द्यत् स्वस्थानादिव मन्दरः ।।१।। सभायां वर्णयामास, त्वामीशानदिवस्पतिः । अहं त्वसहमानस्त्वत्-परीक्षार्थमागमम् ।।२।। प्राग्जन्मवैरायुद्धायो-पस्थितौ पक्षिणाविमौ ।
अपश्यं चाध्यतिष्ठं चा-काष चैतत्सहस्व तत् ।।३।। હે નરદેવ ! પુરુષોમાં આપ એક છો, કારણ કે જેવી રીતે મેરુ પર્વત પોતાના સ્થાનથી ચલાયમાન નથી થતો તેની માફક આપ પણ આપના પુરુષાર્થથી ચલાયમાન થાય તેમ નથી. આપની આવી ધીરતા આદિથી આકર્ષાઈને તો ઈશાનદેવલોકના ઇંદ્ર સભામાં આપનું વર્ણન કર્યું હતું, પણ એ વર્ણનને નહિ સહન કરી શકનારો હું આપની પરીક્ષા માટે અહીંયાં આવ્યો. પરીક્ષા માટે અહીં આવતાં મેં પૂર્વજન્મના વૈરથી યુદ્ધ માટે ઉપસ્થિત થયેલા આ બે પક્ષીઓને જોયાં, એમના શરીરમાં હું અધિષ્ઠિત થયો અને આ પ્રમાણે કર્યું તો એ બધું આપ સહન કરો એટલે કે એ બધા અપરાધોની આપ
મને ક્ષમા આપો. દ્રવ્યદયા એ ભાવદયાની પોષક હોવી જોઈએ ?
આ અનુપમ પ્રસંગને યથાસ્થિત રીતે જાણનાર અને વિવેકપૂર્વક વિચારનાર આ પ્રસંગનો ઉપયોગ સાવદ્ય પ્રવૃત્તિને પોષવામાં ન જ કરી શકે એ દીવા જેવી સ્પષ્ટ બીના છે; માત્ર વસ્તુને યથાસ્થિત જાણવી જોઈએ અને વિવેકપૂર્વક વિચારવી જોઈએ. કોઈ પણ વસ્તુને યથાસ્થિત નહિ જાણનાર અને વિવેકપૂર્વક નહિ વિચારનાર વસ્તુનો દુરુપયોગ કરે એ સર્વથા સંભવિત છે; આ સ્થળે પારેવા માટે પ્રભુના જીવે શું કર્યું એ સમજો. શરીરનો પણ ત્યાગ કર્યો એ જ કે બીજું ? એ જ; તો સમજો કે મુનિ અગર શ્રાવક બળવાન થાય તો પ્રભુએ પ્રરૂપેલા ધર્મની આરાધના માટે પોતાનું સર્વસ્વ તજે. વળી પાપની ક્રિયાનું સાધન ધર્મક્રિયાનું સાધન બને તો વાંધો પણ શો છે? કહેવું જ પડશે કે કશો જ નહિ : એ જ કારણે કહી શકાય કે “લક્ષ્મી એ પાપનું સાધન છતાં ધર્મનું સાધન બને તો હરકત નથી, પાપનું સાધન ધર્મના ઉપયોગમાં લેવાય જ નહિ, એને ધર્મનું સાધન બનાવાય જ નહિ' એમ આ શાસનમાં નથી. પણ એથી કોઈને બચાવવાના બહાને અને કોઈના ઉપર કહેવાતો ઉપકાર કરવા માટે ગમે તેવા આરંભ સમારંભ કરવાનું વિધાન જેન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org