________________
1305
૧૨ : ચાર ગતિમય સંસાર અને તેનો નિર્વેદ - 82 —— ૨૧૯
‘હું તને આ કબૂતરની સાથે તોળીને મારું પોતાનું માંસ આપું છું એનાથી તું તૃપ્ત થા પણ મર નહિ.’
શ્રી મેઘરથ મહારાજાના આ કથનમાં સ્પેન પક્ષીએ પોતાની સંમતિ દર્શાવી એટલે શ્રી મેઘરથ મહારાજાએ ત્રાજવાના એક પલ્લામાં કબૂતરને સ્થાપન કર્યું અને બીજા પલ્લામાં છેદી છેદીને પોતાનું માંસ સ્થાપન કરવા માંડ્યું. મહારાજા જેમ જેમ કાપી કાપીને પોતાનું માંસ પલ્લામાં મૂકે છે તેમ તેમ કબૂતર ખૂબ ભારે થતું જાય છે; એ રીતે તે કબૂત૨ને ભારે કરીને વધતું જતું જોઈને જેની તુલામાં કોઈ જ ન આવી શકે તેવા સાહસિક શિરોમણિ મહારાજા પોતે જ તુલા ઉપર આરૂઢ થયા.
પોતાના મહારાજાને તુલા ઉપર આરૂઢ થયેલા જોઈને સઘળોય પરિવાર સંશયરૂપ તુલા ઉપર આરૂઢ થયો અને સામંતોએ તથા મંત્રી મુખ્યોએ મહારાજા પ્રત્યે કહ્યું કે -
“તËત્માર્થેન, વિમારાં ત્વયા પ્રમો !”
હે પ્રભો ! અમારા અભાગ્યે કરીને આપે આ શું આરંભ્યું ? કારણ કે -
“અનેન દિ શરીરેન, ત્રાતવ્યા સર્જાતા મહી ।
एकस्य पक्षिमात्रस्य, त्राणे त्यजसि तत्कथम् ? ।।१।। "
‘આ શરીર દ્વારા તો આખીયે પૃથ્વીનું રક્ષણ કરવાનું છે, તો હે નાથ ! આપ આ શરીરનો એક પક્ષી માત્રના રક્ષણ માટે કેમ ત્યાગ કરો છો ?”
વળી –
“ર્જિ ૨ જોડવ્યેષ માયાવી, ત્રિશો નવોડથવા ।
न हीदृक् पक्षिमात्रस्य, भारः संभवति क्वचित् ॥ १ ॥ ।
‘આ કોઈ પણ માયાવી દેવ અથવા દાનવ લાગે છે કારણ કે પક્ષી માત્રનો આવો ભાર કોઈ પણ રીતે સંભવી શકતો નથી.’
આ પ્રમાણે સામંતો અને મંત્રીમુખ્યો કહી રહ્યા છે એટલામાં તો તેજની રાશિસમો એક દેવ પ્રગટ થયો અને ઉલ્લાસમાં આવી જઈને શ્રી મેઘરથ મહારાજાને સંબોધીને બોલી ઊઠ્યો કે -
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org