________________
૨૧૮
– આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો - ૫ – – 1304 तद्धर्मवार्तयालं मे, भक्ष्यभूतोऽयमर्प्यताम् । क एष धर्मस्त्रातव्य, एको मार्यस्तथा परः ।।५।। तृप्तिर्भवेन्महीपाल !, न च भोज्यान्तरैर्मम ।
सद्यः स्वयं हृतप्राणि-स्फुरन्मांसाशनो ह्यहम् ।।६।। મારા ભયથી આ કબૂતર આપના શરણે આવેલ છે. તો હવે હું આપને જ પૂછું છું કે “આપ કહો કે સુધાના દુઃખથી પીડાતો હું હવે કોના શરણે જાઉં ?'
કારણ કે કરુણારૂપી ધનવાળા મહાપુરુષો સઘળાંય પ્રાણીઓ પ્રત્યે અનુકુળ જ હોય છે, અર્થાતુ મોટા પુરુષોને મન સઘળા જ સરખા હોય છે. એટલે તેઓના મનમાં તો કોઈને પણ પ્રત્યે “આ મારો અને આ મારો નહિ એવો ભેદભાવ હોતો નથી. એ કારણથી - હે રાજન! જેવી રીતે આપ આ કબૂતરનું રક્ષણ કરો છો તેવી જ રીતે મારું પણ રક્ષણ કરો, અન્યથા એ વાત નિશ્ચિત જ છે કે “ભૂખથી પીડાતા એવા મારા આ પ્રાણો ચાલ્યા જાય છે.' વળી – એ પણ નિશ્ચિત છે કે ધર્મ અને અધર્મનો વિચાર સુસ્થિત આત્માઓને થાય છે પણ દુઃખી આત્માઓને નથી થતો. શું ધર્મપ્રિય હોવા છતાં પણ ભૂખ્યો પાપ નથી કરતો ? કહેવું જ પડશે કે કરે છે. તે જ કારણથી - હે રાજન્ ! હું કહું છું કે ધર્મવાર્તાએ કરીને સયું, મારા માટે ભોજનરૂપ એવા આ કબૂતરને આપ, મને આપી દ્યો; આ કેવા પ્રકારનો ધર્મ કે “એકની રક્ષા કરવી અને બીજાને મારી નાખવો ?' બીજી વાત એ છે કે - હે મહીપાલ ! અન્ય ભોજનોથી મારી તૃપ્તિ થાય તેમ નથી કારણ કે હું તો નિશ્ચિતપણે જલદી પોતાની જાતે હણેલા પ્રાણીનું સ્કુરાયમાન જે માંસ તેનું ભોજન કરનારો છું.
શ્યન પક્ષીના એ જાતના કથનથી શ્રી મેઘરથ મહારાજાએ પણ એ શ્યન પક્ષીને ઉદ્દેશીને કહ્યું કે -
"राजाप्येवमवोचत, स्वमांसं ते ददाम्यहम् । तुलयित्वा कपोतेन, सुहितीभव मा मृथाः ।।१।।"
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org