________________
1309
--- ૧૨ ઃ ચાર ગતિમય સંસાર અને તેનો નિર્વેદ - 82
–
૨૨૩
સભાઃ જેઓ દેશ ખાતર ધર્મની પરવા ન કરે એ નીતિની પણ ન જ કરે, અને જો ન જ
કરે તો બીજી કોઈપણ સત્તાની અનીતિ પર તેઓ ટીકા કઈ રીતે કરે ? ભલા ભાઈ ! એ બધું એ ન જુએ ને ન વિચારે ! પડેલા બધું જ કરે; એ જ કારણે શાણાઓ કહે છે કે “વિવેકગ્રાનાં શતપૂર્વ મત વિનિપતિઃ” જે પડ્યો એ તો, અટકાવનાર ન હોય તો, ઠેઠ નીચે જ પડે. જેવો ખાડો એટલે નીચે પડે. પાંચ હાથ, પચાસ હાથ કે પાંચસો હાથનો ખાડો હોય તેટલે નીચે એ પડે; એવી જ રીતે પડેલાઓ આજે દેશ માટે એકાંત કલ્યાણકર ધર્મને છોડવાની વાતો કરે છે. અને કહે છે કે પહેલી દુનિયાની સામગ્રી મેળવવી પછી ધર્મની વાત. સાધનહીન માણસ ધર્મ શું કરશે !' આગમવિરુદ્ધ જે સમય ધર્મ તે આનું નામ ! તેઓ કહે છે કે જે વખતે લોકો કંગાલ છે તે વખતે ધર્મની વાતો કરવી નકામી છે. પણ તે બિચારાઓને ખબર નથી કે ધર્મની વાતો કોઈ કાળે નકામી નથી. ભયંકર અધર્મી પણ ધર્મ રસાયણથી સુધરે છે. આપનારમાં કરામત જોઈએ. લેનાર લાયક હોય, આપનાર કરામતવાળો હોય અને વસ્તુ યોગ્ય હોય તો ઇષ્ટસિદ્ધિ જ છે; એમાં ખામી એટલી ખામી.
દુઃખીને સુખી બનાવવા સુખનું મુખ્ય સાધન દેવું તે સિવાય બીજું જે દેવાય તે દ્રવ્યકોટિમાં જાય છે, પણ જો એ ભાવપૂર્વક હોય તો એનાથી ભાવદયા વધશે. દ્રવ્યપૂજન કરનારો બહુ તો બારમે દેવલોક જાય અને ભાવપૂજન કરનારો યાવત્ મુક્તિએ જાય. શાસ્ત્ર કહે છે કે ભાવની શુદ્ધિ માટે દ્રવ્યની જરૂર છે પણ ભાવની રક્ષા માટે દ્રવ્યના ગુલામ બનવાની જરૂર નથી. જે દ્રવ્યો ભાવને લાવનારાં છે તેના માટે બધું થાય. જેથી ભાવ ખંડિત થાય તે દ્રવ્ય ન જોઈએ. દ્રવ્યાલંબન શુદ્ધ લેવું કે જેના વડે સાવઘના ત્યાગનો ઉપયોગ રહે, યથાશક્ય સાવઘનો ત્યાગ થાય. જે શસ્ત્ર ખૂન કરે તે જ પ્રાણ પણ બચાવે. અમુકે અમુક વસ્તુનો ઉપયોગ કર્યો, તો તે સાવધ હતો કે નિરવદ્ય હતો અને પરિણામ કેવું થયું તે તપાસવું.
સ્વાર્થી માબાપ શિખામણ દે અને ગુરુ શિખામણ દે, બેય કહે, એ કહેવાય શિખામણ, વચન એકનાં એક પણ શિખામણ કોને કહેવાય ? જેનાથી આત્મા સન્માર્ગે જાય, મુક્તિમાર્ગે વળે તે શિખામણ, અને જેનાથી ઉન્માર્ગે જાય તે શિખામણ નહિ. દેશના દેનાર સાવદ્ય નિરવઘના સ્વરૂપને સમજે નહિ તો એને દેશના દેવાનો અધિકાર પણ નથી, છતાં દે તો એ ધર્મદેશના પાપદેશનાના ઉપનામને પામે. અઢારે પાપસ્થાનકની પ્રવૃત્તિ જેનાથી ઘટે તે ધર્મદેશના અને જેનાથી વધે તે પાપદેશના.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org