________________
૨૨૪
આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો પ
આજ્ઞા એ જ પ્રધાન :
સભા : ભગવાને કહ્યું તે કરવાનું કે કર્યું તે ?
ભગવાને ત્યાગ વગેરે કર્યું તે કરવાનું પણ કઈ રીતે કરવાનું ? એ તારકે જે રીતે કહ્યું તે રીતે. ભગવાન તો છદ્મસ્થકાલમાં સૂતા પણ નહિ, સ્થિરપણે બેઠા પણ નહિ અને કરપાત્રી વગેરે થયા, એ બધું આપણાથી થાય ? જિનકલ્પીમાં પણ બધા કરપાત્રી નથી હોતા પણ કેટલાક હોય છે. જિનકલ્પી પણ કોણ થાય ? જઘન્યથી નવમા પૂર્વની ત્રીજી આચાર વસ્તુથી જ્ઞાત હોય અથવા ઉત્કૃષ્ટથી અસંપૂર્ણ દશપૂર્વી હોય તે. આ ઉપરથી સ્પષ્ટ છે કે શ્રી જિનેશ્વરદેવોએ કર્યું તે ક૨વાનું હોતું જ નથી. પ્રભુએ કરેલી નિરવઘ કરણી પણ આજ્ઞા મુજબ જ કરવાની. દીક્ષા લીધા પહેલાં કરેલી સાવઘ ક્રિયા પણ કરવાની નહિ. પ્રભુ પરણ્યા માટે પરણીને જ, સંતાન થયા પછી જ સંયમ લેવું એમ નહિ. એમ વિચારે અને કોઈ વાંઝિયો હોય તો ! વારુ ! કોઈને બાળબ્રહ્મચારી રહેવું હોય તો શું થાય ? આથી સમજો કે પ્રભુએ કર્યું એ જ આપણા માટે માર્ગ એમ નહિ, પણ પ્રભુની આજ્ઞા એ જ આપણા માટે માર્ગ; પ્રભુનું જીવન એ માર્ગ નહિ, જો જીવન એ જ માર્ગ હોત, તો શ્રી ગણધ૨દેવોને દ્વાદશાંગી રચવાની જરૂર જ નહોતી, એક જીવન જ રચી દેત અને પછી ફરમાવત કે જેનાથી આવું સંયમ પળે તેણે જ સંયમ લેવું, જો એમ થયું હોત તો આપણે અને બીજાઓને પણ ‘નમો અરિહંતાનું' જ કહી દેવું પડત. પણ એમ છે પણ નહિ અને હોય પણ નહિ. એ તા૨કોએ કરેલું તો એમના જેવા જ આત્માઓ કરી શકે, પણ બીજા નહિ, કારણ કે તેવું પુણ્ય અને તેવી શક્તિ વગેરે જોઈએ છે. આથી કલ્યાણાર્થી આત્માઓએ તો એ પરમતારકોની આજ્ઞા મુજબ જ ચાલવાનું છે.
Jain Education International
1310
શ્રી જિનેશ્વરદેવોની આજ્ઞા એ જ શ્રી જૈનશાસન. એ શાસનને કોણ પામી શકે ? તે જ કે જેનામાં નિર્વેદ તથા વૈરાગ્યની છાયા પડી હોય, એ પરમતારક શ્રી વીતરાગ પરમાત્માના શાસનને પામેલો સંસારિક પદાર્થોમાં રાચેમાચે નહિ, અને સંસારસાધક પૌદ્ગલિક પદાર્થની રક્ષામાં ધર્મ ન માને. જે પૌદ્ગલિક પદાર્થોની રક્ષામાં આત્માનું કલ્યાણ સમાયું હોય તેને પૂજે, જેમ કે જિનમૂર્તિ એ પદાર્થ પૌદ્ગલિક, પણ એમાં સ્થાપના શ્રી અરિહંત પરમાત્માની છે પછી એ પૌદ્ગલિક પદાર્થ રહેતો નથી. ગુરુતા શામાં ? મહાવ્રતને ધારણ કરવામાં, મહાવ્રતોનું પાલન કરવા માટે ધીર બનવામાં, ભિક્ષા માત્રથી આજીવિકા ચલાવવામાં,
For Private & Personal Use Only
www.jainelibrary.org