________________
1311 ––– ૧૨ ઃ ચાર ગતિમય સંસાર અને તેનો નિર્વેદ – 82 --- ૨૨૫ નિરંતર સામાયિકમાં જ રહેવામાં અને કેવળ ધર્મોપદેશ દેવામાં. ગુરુતા આ ગુણોમાં છે પણ આ ખોખામાં નથી. શ્રી અરિહંત પરમાત્મા, શ્રી અરિહંત પરમાત્માની મૂર્તિ તથા આગમ – એ ત્રણે અને એ ત્રણેનો ઉપાસક શ્રી સંઘ આ સઘળી વસ્તુ ઉપર રાગ રાખે, એ રાગ આત્મિક છે પણ પૌલિક નથી. આ વસ્તુ સમજાવનાર શ્રી જિનેશ્વરદેવોની આજ્ઞા છે અને એ આશા એ જ આપણા માટે ધર્મ છે. દેવ, ગુરુ અને આગમની આજ્ઞા સિવાય કલ્યાણનો અર્થી આત્મા એક કદમ પણ ન ભરે.
મુનિ જે ક્રિયા કરે તે ગુરુની આજ્ઞાથી, એક પણ ક્રિયા ગુરુની આજ્ઞા વગર કરવાની આજ્ઞા નથી. આંખના પોપચાં મીંચાઈ જાય છે, શ્વાસોશ્વાસ લેવાઈ જાય છે, એમાં પણ આજ્ઞા જોઈએ, પણ એ ક્રિયાઓ એવી છે કે એમાં દરવખતે આજ્ઞા લેવા જેટલો ટાઇમ નથી રહેતો, માટે સવારે જ એવી એવી ક્રિયાઓ માટે “વહુવેર સંહિસાદું અને વહુવેન્દ્ર પરશું' એવી આજ્ઞા માગી લેવાય છે. વિચારો કે કેવી મજેની વિધિ છે ! આજ્ઞાહીનતા ન થાય એની કેટલી કાળજી ! આજ્ઞાનો મર્મ :
સભા : ધર્મરુચિ અણગારને આજ્ઞા આહાર પરઠવવાની હતી છતાં ખાઈ કેમ ગયા ?
એ આજ્ઞાના મર્મને સમજ્યા માટે. આહારના એક બિંદુથી અનેક જીવોની વિરાધના જોઈ ત્યારે ગુરુની આજ્ઞા પરઠવવાની હતી, જ્યાં કે જ્યાં જીવની વિરાધના ન થાય ત્યાં, માટે શરીરમાં પરઠવ્યો. નારદને ગુરુએ આજ્ઞા તો કૂકડો મારવાની કરી હતી પણ ક્યાં, કે જ્યાં કોઈ ન જુએ ત્યાં. નારદ સમજ્યા કે આ આજ્ઞા કૂકડો મારવાની નથી, પણ નહિ મારવાની છે, માટે આજ્ઞાનો સાર સમજો. ગુરુ શિષ્યને આહાર કરવાની આજ્ઞા તો આપે છે, પણ સંયમનિર્વાહ માટે, સર્પ જેમ દરમાં જાય તે રીતે કોળિયો મોંમાં ઉતારવા માટે, નહિ કે ટેસ્ટ કરવા. પ્રશસ્ત ક્ષાયની આવશ્યકતા :
શિષ્યને સુધારવા ગુરુ લાલાશ લાવે કે ઉગ્રતા કરે તે શિષ્યના હિત માટે કરવી જ જોઈએ. સર્વથા વિતરાગ દશા ન આવે ત્યાં સુધી, શ્રી વીતરાગ પરમાત્માએ કહેલા માર્ગની રક્ષા માટે, તે કષાયાદિ જરૂર જીવતાજાગતા રહેવા જોઈએ. રાગ એ કેવળજ્ઞાન માટે વજૂશંખલા જેવો છે પણ શ્રી ગૌતમસ્વામી ભગવાનને રાગ એ જ ગુરુભક્તિ માટે થયો. શ્રી વીતરાગ થવા માટે શ્રી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org