________________
૧૭૭
આવે છે, ત્યાં ત્યાં એ પરમાર્હત્ લખાય છે. તમો પણ ભગવાન મહાવીરના સેવક છો, અનુયાયી છો, તો પરમ જૈન બનો ! લોક પણ તમને શ્રાવક કહે, એવું વર્તન રાખો ! તમારું નામ ભૂલી જાય અને તમને શ્રાવક તરીકે ઓળખે એવું કરો ! ઇતરને ત્યાં જાઓ તો એ પણ ઘરમાં કહે કે શ્રાવક મહેમાન છે, તો એ મિથ્યાત્વીના ઘરમાંથી પણ અભક્ષ્ય બહાર જાય. શ્રાવક આવવાનો છે એ જાણે ત્યારથી જ ઇતર કાળજી રાખે. શ્રાવક વાળુ વહેલું કરે, માટે એ પણ સાથે વહેલા જમે. શ્રાવક શ્રી જિનેશ્વરદેવની પૂજા કર્યા વગર નહિ જમે એમ જાણે, માટે એવી સામગ્રી ઇતર પણ તૈયાર કરે. શ્રાવકની છાયા ત્યાં પડે. તમારી શ્રીમંતાઈનું તેજ ન નાખો, પણ ધર્મનું તેજ નાખો. અધર્મીને ધર્મી બનાવો. શ્રાવકનો નોકર પણ માને કે ‘કલાક ઓછું કામ ક૨વાથી શેઠ ગુસ્સે નહિ થાય, પણ પૂજા નહિ કરું તો ગુસ્સે થશે, રાત્રે ખાઈશ તો ગુસ્સે થશે, કારણ કે અહીં કામ કરતાં ધર્મની કિંમત વધારે છે.
આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો ૫
-
સભા : સાહેબ ! અમે તો બોણી આપીએ ત્યારે ખરા, પણ આપ તો અત્યારથી જ આપો છો !
Jain Education International
1262
જેના યોગે ભલું થાય તે તો કહું. પ્રસંગ છે તો કેમ ચૂકું ? રુચે તેને કહું. ન રૂચે તેને કહું એમાં પણ દોષ નથી, પણ રુચિવાળાને તો કહુંને ? તમે એવી તૈયારી કરો કે નવું રૂપક દેખાય. અને ઇતો પણ સમજે કે સમ્યગ્દષ્ટિઓનું ધ્યેય દુનિયાથી જુદું હોય.
ભગવાનનો નિર્વાણ દિવસ છે. શું શું થવું જોઈએ ?, એ ખૂબ વિચારો. કાલે સવારે ભગવાન શ્રી ગૌતમસ્વામીજીએ શોક કર્યો અને એ શોકથી પણ કેવળજ્ઞાન મેળવ્યું. એવો શોક કરતાં પણ શીખો. ભગવાન શ્રી મહાવીર દેવના નિર્વાણની પીડા થવી જોઈએ, અને એ પીડાના યોગે ભગવાન શ્રી ગૌતમ જેવો શોક કરો, એવો શોક થાય તો આજના બધા જ સન્નિપાત શમી જાય. સમ્યગ્દષ્ટિ, દેશવિરતિ અને સર્વવિરતિ આજે આત્માને નિર્મળ બનાવે, પણ આ તો આજે રાત્રે જ ધાણાગોળ ખાય ! કહો કઈ દશા ? વારુ ! ચોમાસું ગયું, શું વાવ્યું, એ તપાસ્યું ? વરસાદ કેવો થયો ? કેટલો થયો ? જુઓ તો ખરા. લણવું છે કે નહિ ? કંઈ બીજ બહાર આવ્યું ? આ બધું વિચારી પછી કહું છું કે શ્રી ધનાશાલિભદ્રનાં દાન, સંયમ માગજો. શ્રી ગૌતમસ્વામીજીની ગુરુભક્તિ, કયવશા શેઠનો સદાચાર, શ્રી બાહુબલીનું વિવેકવાળું બળ, શ્રી અભયકુમારની ધર્મબુદ્ધિ માગજો.
For Private & Personal Use Only
www.jainelibrary.org