________________
128
- ૯ : દિવાળીની દેશના અને માગણી - 79 –
–
૧૭૫
હોશિયાર છો, તેટલા દેવ-ગુરુ-ધર્મને પારખવામાં હોશિયારી બતાવતા નથી. દેવ-ગુરુ-ધર્મની પરીક્ષા માટે શ્રાવક સામાન્ય વાત ન જાણે, એ દુઃખની વાત છે. સમ્યગ્દષ્ટિનાં મન-વચન-કાયા અહીં હોય અને ખોખાં ત્યાં હોય. આજે તો આત્મા ઘેર મૂકીને ખોખાં લઈ અહીં આવે છે. જે દૂધનું ઘી બનાવવું હોય, તેને ગોળીમાં નાખવું પડે. તમે તો દૂધ લઈ જાઓ ને ભાજન મૂકી જાઓ છો ! આજે દિવાળી છે - છેલ્લે છેલ્લે ભગવાને સોળ પ્રહર દેશના દીધી છે. એ દેશનામાં ભગવાને પુણ્ય-પાપના વિપાક, સ્વર્ગ-નરક વગેરે દેશનામાં સમજાવ્યાં છે. એને હંબગ કેમ મનાય ? એને હંબગ માનનારથી મેળ રખાય ? એનાથી મેળ ન રાખવામાં વળ કેમ ગણાય ? ઇંદ્ર ક્ષણ આયુષ્ય વધારવાનું કહ્યું હતું, પણ ભગવાનેય સામે કહ્યું હતું કે
“ર ડાઃ શ તન્યાહુનીશ્વર:” હે શક્ર ! આયુષ્યને સાંધવા માટે કોઈપણ સમર્થ નથી.” આ વાતને જાણનાર માંદાને જીવાડવા માટે માન્યતાઓ કરે અને કુદેવાદિને પૂજવા જાય એ કેમ બને ? ખરેખર, આજે ધર્મી કહેવરાવનારાઓની દશા જ કોઈ જુદી છે ! એ દશામાં પરિવર્તન કર્યા સિવાય છૂટકો જ નથી ! આથી જ કહું છું કે સમ્યગ્દષ્ટિ હો તો નિયાણાં કરો, ભીંત પર લખી રાખો અને માગો કે -
“વહા, મેવો ,
समाहिमरणं च, बोहिलाभो अ." ‘દુઃખલય, કર્મક્ષય, સમાધિમરણ અને બોધિલાભ.” -મળો તો આ મળો ! માગનારને પ્રભુપ્રણીત દીક્ષા પ્રત્યે કેવી ભાવના અને કેવી ઊર્મિ હોય એ વિચારો. પ્રભુને માનનારે ઘણું કરવું પડશે. જૈનશાસન શું છે, જૈનધર્મના ગુરુ કેવા છે, જેનોના દેવ કેવા છે, એ બધું જનતાને જણાવવું પડશે. તમારી કાર્યવાહી એવી રાખો કે જનતા તમારા પરિચયથી એ જાણે, માટે તો ચોપડામાં લખાણ બદલવાનું કહું છું. એનાથી આત્માની સ્થિતિ બદલાશે. માલના વખાણનાં તથા નામનાં બોર્ડ મારો છો તેવાં પ્રતિજ્ઞાનાં બોર્ડ મારો, પણ ધોળાં બોર્ડ ન મારશો. ઘરમાં-દુકાનમાં કેમ બોલવું, કેમ વર્તવું, તે નક્કી કરો. ધર્મી તરીકે મૂર્તિમાન બનો ! માબાપના પાડેલા નામથી ઓળખાવવામાં મજા નથી, માટે જૈન તરીકે ઓળખાઓ ! જ્યાં જ્યાં શ્રી કુમારપાળ મહારાજાનું નામ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org