________________
આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો - ૫
પર આવતાં વિઘ્નો જીતવા માટે પામરતા તજ્વી. ઉપકારી તો ફ૨માવે છે કે ‘ધર્મીએ પહેલું તો પ્રણિધાન કરવું જોઈએ કે આ કર્તવ્ય અને આ ત્યાજ્ય. આ થાય અને આ ન થાય. - અસ્તુ.
૧૭૪
યાદ રાખો કે આજે દિવાળી છે. આ પર્વની આરાધના માટે તો પુણ્યશાળી શ્રાવકો છઠ્ઠની તપશ્ચર્યા કરી પૌષધ કરે.
1260
સભા : એમ કરે તે જ શ્રાવક.
ના, એમ નહિ; પૌષધમાં માને તે પણ શ્રાવક અને અહીં નહિ આવેલો બહાર રહ્યો રહ્યો પણ માને કે ‘ન જઈ શક્યો' તે પણ શ્રાવક ! તત્ત્વ અમલમાં મૂકે અગર માને એની સાથે મેળ, પણ એનો વિરોધ કરે એની સાથે મેળ ન હોય. આ બધી વસ્તુની જાગૃતિ માટે ચોપડામાં આવું લખો, જૂની માગણીમાં સુધારો કરો અને પછી વાંચો, વિચારો તો બાર મહિનામાં નવા બનશો : અદ્ભુત પરિવર્તન થશે. જેવા દેરાસરમાં તથા ઉપાશ્રયમાં છો તેવા ઘરમાં બનો, બજારમાં બનો તો પણ ઘણો લાભ થશે. એવા બનવા માટે શ્રી ધનાશાલિભદ્રની તુચ્છ ઋદ્ધિ નહિ, પણ દાન અને ત્યાગ માગો ! માગો બધું પણ કલ્યાણકારી માગો ! કથામાંનું ત્રીજું વાકય ‘સ્ત્રીને શિક્ષામાં સાર' ઃ તે કુમતિ રૂપી સ્ત્રીને શિક્ષા કરવી, કાઢી મૂકવી.
:
-
અને – ‘ક્રોધ માર્યામાં સાર’ - એ તો બરાબર છે જ, કારણ કે સમ્યગ્દષ્ટિનું ઉપશમ એ તો લક્ષણ જ છે.
ધર્મી અપ્રમત્ત બને, વૈરીનું પણ બૂરું ન ચાહે, કુમતિને હાંકી કાઢે અને ક્રોધને મારે, આમાં વાંધો છે ? આથી ચોપડામાં એવું લખો, કે જે તમને ડૂબતા બચાવે, જે જોઈને ઇતર પણ ધર્મ પામે. સમ્યગ્દષ્ટિ તો ત્યાં સુધી લખે કે અમારા વારસોએ પ્રભુના માર્ગે વિચરવું, અમારા સંતાનમાંથી કોઈ પણ પ્રભુના ત્યાગમાર્ગે જાય તેને વિઘ્ન ન કરવું.' આવું લખનાર વર્તમાનમાં પણ છે.
સભા : સમ્યગ્દષ્ટિ માટે બધી વાત સાચી.
તમે પણ વ્યવહારથી સમ્યગ્દષ્ટિ છો, નથી એમ નહિ, પણ મુદ્દો એ છે કે વસ્તુ વિચારતા નથી : વાતનું ચિંતવન કરતા નથી. નાળું પારખવામાં જેટલા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org